તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 24th September 2025
RSS દ્વારા શતાબ્દી વર્ષ સમાજની સજ્જન શક્તિને સાથે રાખીને ઉજવાશેઃ ડો.જયંતિભાઈ ભાડેસિયા
વિજયાદશમી ઉત્સવ નિમિતે ૬૭૨ કાર્યક્રમ થશે જેમાં ૧,૬૫,૦૦૦ સ્વયંસેવકો ભાગ લેશે, ઘર સંપર્ક અભિયાન અંતર્ગત ૨,૧૦,૦૦૦ કાર્યકર્તા દ્વારા ૯૦ લાખ ઘરોનો સંપર્ક થશે, ૨૩ દિવસમાં ૧૮,૦૦૦ ગામડાઓનો સંપર્ક થશે

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા.૨૪: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, શતાબ્દી વર્ષ નિમિતે ગુજરાત દ્વારા આયોજિત થનાર કાર્યક્રમોની વિસ્તળત માહિતી માટે આયોજિત પત્રકાર પરિષદમાં સંબોધન કરતા ડો. જયંતિભાઈ ભાડેસિયાએ (મા. સંઘચાલક, પヘમિ ક્ષેત્ર, રા.સ્વ. સંઘ, મોરબી) કહ્યું કે હાલમાં દેશભરમાં ૯૫,૮૪૮ શાખાઓના માધ્યમથી વ્યક્તિ નિર્માણનું કરી સતત ચાલી રહ્યું છે.
શતાબ્દી વર્ષમાં ગુજરાત રાજયમાં વિભિન્ન કાર્યક્રમોની હારમાળા ચાલવાની છે. શતાબ્દી વર્ષ નિમિતે સંઘનો કાર્ય વિસ્તાર સમાજની સજ્જન શક્તિને સાથે લઈને વિભિન્ન પ્રકારના કાર્યક્રમોના રૂપમાં ઉજવવામાં આવશે. જેમાં વિજયાદશમી ઉત્સવ નિમિતે ૬૭૨ કાર્યક્રમ થશે જેમાં ૧,૬૫,૦૦૦ સ્વયંસેવકો ભાગ લેશે. ઘર સંપર્ક અભિયાન અંતર્ગત ૨,૧૦,૦૦૦ કાર્યકર્તા દ્વારા ૯૦ લાખ ઘરોનો સંપર્ક થશે. જેના અંતર્ગત ૨૩ દિવસમાં ૧૮,૦૦૦ ગામડાઓનો સંપર્કની યોજના છે.
સમાજને સાથે રાખીને ૪,૬૭૦ હિન્દુ સંમેલનો થશે જેમાં ૧૩,૭૦,૦૦૦ જેટલા લોકો ભાગ લેશે. સામાજિક આગેવાનો સાથે ૫૭૧ સદભાવ બેઠકો થશે જેમાં આસરે ૧૬,૬૦૦ લોકો સહભાગી થશે. સમાજના પ્રબુદ્ધ લોકો સાથે ૯૨ સ્થાનો પર પ્રમુખ જન ગોષ્ઠી થશે જેમાં આશરે ૨,૦૦૦ લોકો ભાગ લેશે. યુવાઓમાં રાષ્ટ્રકાર્યની પ્રવળતિ વધે એ માટે યુવા સંમેલન ૫૮૦ સ્થાનો પર થશે જેમાં ૮૭,૦૦૦ યુવાઓ ભાગ લેશે. શતાબ્દી વર્ષમાં સંઘ દ્વારા અધિકતમ સ્થાનો પર શાખા લાગવાની યોજના કરવામાં આવી છે.
વર્તમાનમાં ગુજરાત રાજયમાં કુલ ૨૪૨૧ દૈનિક શાખાઑ છે. જેમાં વિધાર્થી શાખા ૧૨૪૭, વ્યવસાયી શાખા ૧૧૭૪ છે. સપ્તાહમાં એક વાર લાગતી શાખા એટલે સપ્તાઇક મિલનની સંખ્યા ૧૬૧૨ છે અને માસિક મિલન ૮૪૪ છે.
(1:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
