તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 24th September 2025
સોરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર હવામાન
અચાનક વાદળા છવાય જાય છે તો સવારે સામાન્ય ઠંડા પવનની અસર

રાજકોટ તા.૨૪: રાજકોટ સહિત સોૈરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર હવામાન યથાવત છે. અને અચાનક વાદળા છવાય જાય છે તો સવારે સામાન્ય ઠંડા પવનની અસર અનુભવાય છે.
આટકોટ
(કરશન બામટા દ્વારા) આટકોટઃ આટકોટમાં વહેલી સવારથી ધુમ્મસ ભર્યું વાતાવરણ છવાઇ ગયુ હતું. વાહનચાલકો ને લાઈટો ચાલુ રાખી વાહન ચલાવવું પડ્યું હતું પતરાં પરથી ઝાકળનાં પાણી પડ્યા હતા આજે સવારથી જ ધુમ્મસ છવાઈ ગઈ હતી કુદરતનાં આ બદલાતાં વાતાવરણથી લોકો પણ અચરજ થયું છે આખો દિવસ ધોમધખતા તાપ સાંજે વરસાદી વાતાવરણ ત્યારે લોકો ત્રણ સિઝનનો અનુભવ કરી રહ્યા છે.વહેલી સવારે કુદરતે આકાશમાં અનોખો શણગાર કર્યો હતો ત્યારે હવામાન વિભાગે ચોમાસાની વિદાયની આગાહી કરી છે ત્યારે કુદરત પણ આકાશમાં કાળાં ડીબાંગ વાદળો ઘેરાયા છે ત્યારે આકાશમાં પણ વહેલી સવારે તેમજ સાંજ સમયે આકાશમાં અલગ અલગ નજારો જોવા મળે છે ત્યારે લોકો પણ આ કુદરતી નજારો પોતાના મોબાઈલમાં કેદ કરી લેતાં હોય છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૨૪.૨, મહતમ તાપમાન ૩૨.૮, ભેજનું પ્રમાણ ૮૪%, પવનની ગતિ ૬.૯ કિ.મી. રહી છે.
(11:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
