તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 23rd September 2025
જામનગરમાં બે શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓના વાળ કાપી લીધા: સંસ્થાએ શિક્ષકને હાંકી કાઢ્યા
આ ઘટના અંગે નવાનગર સરકારી શાળાના શિક્ષિક સામે તપાસના આદેશ જિલ્લા શિક્ષણાધિકારીએ આપ્યાં

જામનગરમાં બે શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓના વાળ કાપી લીધાનો મામલો પ્રકાશમાં આવ્યા બાદ, શિક્ષકોને પાણીચું અપાયું છે. વિદ્યાર્થીઓના વાળ કાપવાના બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને, સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાએ શિક્ષકને હાંકી કાઢ્યા છે. મેં વિદ્યાર્થીના વાળ કાપ્યા એ મારી ભૂલ, દિલગીર છું તેમ શિક્ષક ધનંજય જાડેજાએ જણાવ્યું હતું. આ ઘટના અંગે નવાનગર સરકારી શાળાના શિક્ષિક સામે તપાસના આદેશ જિલ્લા શિક્ષણાધિકારીએ આપ્યાં છે. આ ઘટનાને લઈને વિદ્યાર્થી જ નહીં વાલી આલમમાં પણ ભારે રોષની લાગણી ફેલાઈ છે.
(11:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
