તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 23rd September 2025
ખંભાળીયામાં વધુ ૧ ઇંચ વરસાદ વરસ્યોઃ મગફળીને છેલ્લુ પાણી મળી ગયું
એકાએક વરસાદ પડતા ગરબીના સંચાલકો મુશ્કેલીમાં મુકાયા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ર૩ : ખંભાળિયામાં છેલ્લા દશ વર્ષમાં સૌથી ઓછો વીસેક ઇંચ જ વરસાદ પડયો હોવા છતાં મગફળીના પાક સૌથી સારો દ્વારકા જિલ્લામાં છે કેમકે ખંભાળિયામાં માંડયો વરસાદ પડયો છે.
ખંભાળિયા વિસ્તારમાં જયારે ખેડૂતને જરૂર પડે ત્યારે જ બરોબર વરસાદ પડે તેવું ગઇકાલે ખેડૂતોને છેલ્લુ પાણી મગફળીને પીવડાવવાનું હતું ત્યારે પણ એક ઇંચ જોરદાર વરસાદ તે પણ માત્ર ખંભાળિયામાં જ પડતા ખેડૂતોનો છેલ્લો સમય પણ મેઘરાજાએ સાચવી લીધો હોય તેમ ગઇકાલે સાંજે જોરદાર વરસાદ સાથે એક ઇંચ પડતા સર્વત્ર પાણી-પાણી થઇ ગયું હતું. તો ખેડૂતોને છેલ્લુ પાણી પણ મળી જતા હવે મગફળી તૈયટાર થઇ ગઇ છે !!
ખંભાળિયામાં નગર ગેઇટ, સ્ટેશન રોડ, રામનાથ રોડ, પાંપહાટડી, મેઇન બજાર, જોધપુર, ગેઇટ સહિતના વિસ્તારોમાં પાણી-પાણી થઇ ગયું હતું તો એકાએક વરસાદ આવતા ગરબીના સંચાલકો પણ મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા જો કે સાંજે વરસાદ રહી જતા ગરબી સંચાલકોએ મોરમ નાખીને બાળાઓને રમવા માટે વ્યવસ્થા કરી હતી.
(1:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
