News of Monday, 22nd September 2025
પોરબંદર મહાનગપાલિકા દ્વારા જાહેર બગીચાઓના મેઇન્ટેનન્સના નામે મીડું
શહીદવીર નાર્ગાજુન બાગના રિનોવેશમાં ખરાબ પથ્થરોનો ઉપયોગઃ ભ્રષ્ટાચારનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૨૨: મહાનગરપાલિકા દ્વારા શહેરના ચાર બગીચા ઓનુ રૂપીયા ૧.૬૭ કરોડના ખર્ચે રિનોવેશન કામગીરી કરવામાં આવી રહી છે તેમ મોટાપાયે ભ્રષ્ટાચારનો આક્ષેપ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાજુભાઇ ઓડેદરા દ્વારા કરવામાં આવ્યા છે.
જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાજુભાઇ ઓડેદરાએ જણાવેલ કે શહીદ વીર નાર્ગાજુન બાગના રિનોવેશનમાં ખરાબ પથ્થરનો ઉપયોગ થયેલ છે શહીદના નામના બાગીચામાં આવી નબળી કામગીરી શુ કામ ? શહેરમાં બગીચાઓના મેન્ટેનન્સ નામે મીડુંછે.
પોરબંદર મહાનગરપાલિકા તરીકે રૂપાંતરીત બાદ મોટી મોટી ગ્રાંન્ટો આવી રહી છે ત્યારે કોંગ્રેસે મનપાની નીતીનો વિરોધ કયો છે.
જિલ્લા કોંગ્રેસ પુર્વ પ્રમુખ રાજુભાઇ ઓડેદરાએ મનપાની નબળી કામગીરી સામે ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે અને રાજુભાઇ કહ્યું કે, પોરબંદરમાં ચાર બગીચાઓનું રીનોવેશની કામગીરી ૧.૬૭ કરોડના ખર્ચે કરવામા આવી રહી છે જેમા શહીદ વીર નાગાજુન પાર્કમાં નબળી ગુણવતા વાળુ કામગીરી કરવામા આવતા શહીદના નામે બનેલા બગીચાના રીનોવેશનમા ભ્રષ્ટાચાર કેમ ? આ શહીદનું અપમાન છે તેમજ અન્ય ત્રણ બગીચામાં જે રીનોવેશનુ આયોજન છે એમા પણ થોડી ઘણી રીપેરીંગ જરૂરીયાત છે પણ એમા આટલો ખર્ચ કરવાની જરૂરિયાત નથી તેમજ લોડ્સ હોટલના સામેના બગીચામાં તો ખાલી બેઠક વ્યવસ્થા માટે બેંચ મુકવાની જરૂરીયાત છે.
(12:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
