<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th September 2025

મોરબીમાં વૃધ્‍ધા ચંદ્રીકાબેને એસિડ પીધું: પતિ અને પુત્રવધૂનો ત્રાસ હોવાનો આક્ષેપ

પતિ સતત ટોર્ચર કરતાં હોઇ અને પુત્રવધૂ ઝઘડા કરતી હોઇ કંટાળી ગયાનું કથન

રાજકોટ તા. ૨૦: મોરબીમાં વાવડી રોડ પર કબીર આશ્રમ પાસે રહેતાં ચંદ્રીકાબેન પરશુરામભાઇ પરમાર-રામાનુજ (ઉ.વ.૬૫) રાતે ઘરે એસિડ પી જતાં સારવાર માટે મોરબી હોસ્‍પિટલમાં અને ત્‍યાંથી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા છે.

ચંદ્રીકાબેને કહ્યું હતું કે મારે સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. પતિ હાલ નિવૃત જીવન જીવે છે. પતિ દ્વારા રોજબરોજ મારી સાથે નાની મોટી વાતે ઝઘડો કરી મને ટોર્ચર કરી હેરાન કરવામાં આવે છે. તેમજ પુત્રવધૂ દિવ્‍યા પણ મારી સાથે ઝઘડા કરી હેરાન કરતી હોઇ કંટાળી જતાં મેં એસિડ પી લીધુ હતું. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે મોરબી એ-ડિવીઝન પોલીસને જાણ કરતાં ચંદ્રિકાબેનના આક્ષેપો અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.

(1:38 PM IST)