<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th September 2025

પારેખભાઇ હંમેશા નિડરતાપૂર્વક સમાચાર આપતા રહેલ પત્રકાર જગત હંમેશા યાદ કરશેઃ કિરીટભાઇ ગણાત્રા

પારેખભાઇની સમાચારો તૈયાર કરવાની આગવી શૈલી તેમજ ઢળતી ઉંમરે તેમની ગજબની સ્‍ફુતિને શ્રી કિરીટભાઇએ યાદ કરીને પરિવારજનોને સાંત્‍વના પાઠવી

પોરબંદરઃ સૌરાષ્‍ટ્રના વરીષ્‍ઠ પીઢ પત્રકાર હેમેન્‍દ્રકુમાર પારેખનું અવસાન થતાં અકિલાના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રા ૧૮ મીએ ગુરૂવારે સાંજે પોરબંદરમાં સ્‍વ. હેમેન્‍દ્રકુમાર નિવાસ સ્‍થાને જઇને સ્‍વ. હેમેન્‍દ્રકુમારને શ્રધ્‍ધાંજલિ અર્પી હતી.

શ્રી કિરીટભાઇએ સ્‍વ. હેમેન્‍દ્રકુમારની નીડરતા પૂર્વક સમાચાર તૈયાર કરવાની આગવી શૈલી તેમજ ઢળતી ઉંમરે પણ તેમની ગજબની સ્‍ફુતિને યાદ કરીને સ્‍વ. હેમેન્‍દ્રકુમારના પરિવાજનોને સાત્‍વના પાઠવી હતી. સ્‍વ. હેમેન્‍દ્રકુમાર પારેખના આત્‍માની શાંતિ માટે શ્રી કિરીટભાઇએ પ્રાર્થના કરી હતી.

તસ્‍વીરોમાં સ્‍વ. હેમેન્‍દ્રકુમારના નિવાસ સ્‍થાને શ્રી કિરીટભાઇ ગણાત્રા, પત્રકાર પરેશભાઇ પારેખ, તેમજ સ્‍વ. હેમેન્‍દ્રકુમારના પરિવારજનોની છે. (તસ્‍વીર અને અહેવાલઃ પરેશ પારેખ-પોરબંદર)

(11:36 AM IST)