<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th September 2025

સોમવારથી શ્રી ભુવનેશ્‍વરી માતાજીના સાનિધ્‍યમાં સમુહ પારાયણ કથા

પૂ.ઘનશ્‍યામ મહારાજ, પૂ.ડો.રવિદર્શનજી વ્‍યાસ, શ્રી મહર્ષિજી વ્‍યાસની આગેવાનીમાં.... : રાજરાજેશ્વરી શ્રી ભુવનેશ્વરી માતાજી મંદિરે ૩૦મી સુધી શ્રીમદ ભુવનેશ્વરી ભાગવત સમુહ પારાયણ કથામાં ભાવિકો ઉમટશે

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ર૦ :.. ગોંડલમાં આવેલ જગ વિખ્‍યાત શ્રી ભુવનેશ્વરી માતાજીના સાનિધ્‍યમાં નવરાત્રી પર્વમાં શ્રી ભુવનેશ્વરી અનુષ્‍ઠાન અંતર્ગત શ્રીમદ્‌્‌ ભુવનેશ્વરી ભાગવત સમુહ પારાયણ કથાનું તા. રર ને સોમવારથી તા. ૩૦ ને મંગળવાર સુધી ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું છે. કથાનો સમય બપોરના ર થી ૬-૩૦ સુધીનો છે.

પ.પૂ. આચાર્ય શ્રી ચરણતીર્થજી મહારાજના આર્શિવાદથી પ. પૂ. આચાર્ય ઘનશ્‍યામ મહારાજ, પ.પૂ. ડો. રવિદર્શનજી વ્‍યાસ અને શ્રી મહર્ષિજી વ્‍યાસના સાનિધ્‍યમાં આયોજીત આસો નવરાત્રી અંતર્ગત  અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું છે.

જેમાં તા. રર ને સોમવારે સવારે ૧૦ વાગ્‍યે દિપ પ્રાગટય, કથાનો શુભારંભ, તા. ર૩ ને મંગળવારે મધુ ર્કેટભવધ, મણીદ્વીપમાં બ્રહ્માદી દેવોને મા ભુવનેશ્વરી દર્શન કથા, તા. ર૪ ને બુધવારે નવરાત્રી મહિમા વર્ણન, શ્રી કૃષ્‍ણ ચરિત્ર તથા મહિષાસુર કથા, નવદુર્ગા કુમારી પૂજાવિધી, તા. રપ ને ગુરૂવારે ભગવતીનું પ્રાગટય, મહિષાસુર વધ, શુંભ નિશુંભ વધ, કથા, તા. ર૬ ને શુક્રવારે વ્રત્રાસુર વધ,  હરીચંદ્ર કથા, શ્રી ભુવનેશ્વરી માતાજી પ્રાગટય કથા, તથા અન્નકુટ દર્શન, તા. ર૭ ને શનિવારે હિમાલને ભુવનેશ્વરી ગીતા ઉપદેશ, ભારત વર્ષની શ્રેષ્‍ઠતા, સરસ્‍વતી લક્ષ્મી, ગંગા ચરિત્ર રજૂ થશે.

તા. ર૮ ને રવિવારે તુલસી ચરિત્ર, યમ સાવિત્રી સંવાદ, તા. ર૯ ને સોમવારે મા શ્રી ભુવનેશ્વરી ભકિત મહિમા, સ્‍વાહા, સ્‍વધા, મંગલચંડી, રાધા, દુર્ગા ચરિત્ર.

તા. ૩૦ ને મંગળવારે ભ્રમરી દેવીનું પ્રાગટય, રૂદ્રાક્ષ ઉત્‍પતિ મહિમા, સંધ્‍યા પાસના મહિમા, મણીદ્વીપનું વર્ણન, મા શ્રી ભુવનેશ્વરી દેવી ઉપાસના ભાગવત કથા શ્રવણ ફળ, ધન્‍ય પુર્ણાહૂતિ, દશાંશ સમુહ શતચંડી મહાયજ્ઞ યોજાશે.

ભાવિકોને લાભ લેવા શ્રી ભુવનેશ્વરી પીઠ ગોંડલ દ્વારા આમંત્રણ પાઠવાયું છે. (તસ્‍વીર : ભાવેશ ભોજાણી-ગોંડલ)

૨૭મીએ શ્રી ભુવનેશ્વરી પીઠ ખાતે ધર્મસભાનું આયોજન

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૨૦: ગોંડલનાં સુપ્રસિદ્ધ ભુવનેશ્વરી મંદિર ખાતે આસો નવરાત્રી પ્રસંગે પુ.આચાર્ય ઘનશ્‍યામજી મહારાજ ની નિશ્રા માં તા.૨૨ સોમવાર થી તા.૩૦ મંગળવાર દરમ્‍યાન શ્રીમદ ભુવનેશ્વરી ભાગવત સમુહ પારાયણ કથા નું ભવ્‍ય આયોજન કરાયું છે. પરમશકિત તત્‍વ ને પ્રાપ્ત કરવાના અનેરા અવસર સમી કથા શ્રવણ નો સમય બપોર નાં બે કલાક થી સાંજે સાડા છ કલાક નો છે. પોથી યાત્રા તા.૨૨ પહેલા નોરતે સવારે દશ કલાકે બાદ માં મંગલદિપ પ્રાગટય અને કથા પ્રારંભ થશે.

તા.૨૭ શનિવાર નાં ભુવનેશ્રવરી પીઠ ખાતે સાંજે ચાર કલાકે ધર્મસભા નું આયોજન કરાયું છે. જેમા મહંત પુ.જયરામદાસબાપુ રામજી મંદિર) મહામંડલેヘર પુ.નીર્મળાબા, પુ.સિતારામબાપુ (વડવાળી જગ્‍યા) વિરપુર ધામ ગાદીપતિ પુ.રઘુરામબાપા,પુ.ચંદુબાપુ (મામાદેવ મંદિર) મહંત શ્રીહરી સ્‍વામી (કષ્ટભંજનદેવ હનુમાનજ મંદિર ભોજપરા) સ્‍વામિની શુભાત્‍માનંદજી,ઇન્‍દીરાબેન ભટ્ટ (રમાનાથધામ) વિજયભાઈ જોષી (ગજાનન આશ્રમ માલસર) હરકાંતદાદા (ગીર ગઢડા ઉના)સહીત સંતો મહંતો ઉપરાંત ગોંડલ રાજવી હિમાંશુસિહજી, વાંકાનેર રાજવી અને સાંસદ કેશરીસિહજી, રાજકોટ ઠાકોર સાહેબ માંધાતાસિહજી, જશદણ રાજવી સત્‍યજીત ખાચર, હવામહેલ પેલેસનાં કુંવર ઉપેન્‍દ્રસિંહજી, ધારાસભ્‍ય ગીતાબા જાડેજા, પુર્વ સાંસદ રમેશભાઈ ધડુક સહીત મહાનુભાવો ઉપસ્‍થિત રહેનાર છે. તા.૨૮ નાં બ્રહ્મ ચોર્યાશીનું આયોજન કરાયુ છે. ગોંડલ માં પ્રથમ વાર યોજાઇ રહેલી શ્રીમદ ભુવનેヘરી ભાગવત કથાનું શ્રવણ કરવા દેશ વિદેશથી માઁઇ ભક્‍તો ઉમટી પડનારા હોય  અલાયદી વ્‍યવસ્‍થા કરાઇ છે. શ્રીમદ  ભુવનેશ્વરી ભાગવત સમુહ પારાયણ કથાનાં આયોજન ને સફળ બનાવવા ભુવનેશ્વવરી પીઠનાં અધ્‍યક્ષ રવિદર્શનજી તથા આયુશીબેનનાં માર્ગદર્શન હેઠળ કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે

(11:45 AM IST)