<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th September 2025

‘આશાપુરા માત કી જય...’ના નાદ સાથે ગુંજતા કચ્છના રાજમાર્ગો

નવરાત્રિ પૂર્વે જ પદયાત્રીઓ અને દર્શનાર્થીઓનો ધસમસતો પ્રવાહ, અડધો લાખથી વધુ શ્રદ્ધાળુઓએ માથું ટેકવ્યું, ઠેર ઠેર સેવાકેમ્પો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૦ :  નવરાત્રિ પૂર્વે જ કચ્છમાં માઈ ભક્તિનો માહોલ જામ્યો છે. માતાના મઢ તરફ સતત પદયાત્રીઓ તેમ જ દર્શનાર્થીઓનો પ્રવાહ વહી રહ્યો છે. મુંબઈ ઉપરાંત દેશના અન્ય રાજ્યો, ગુજરાત અને સૌરાષ્ટ્રભરમાંથી માઈ ભક્તો કચ્છમાં માતાના મઢ આઈ આશાપુરા માતાજીના દર્શને આવી રહ્યા છે. માઈ ભક્તોની સેવામાં કચ્છના પ્રવેશદ્વાર સૂરજબારીથી કરી માતાના મઢ સુધી સેવા કેમ્પો ધમધમી રહ્યા છે. જાણે આઈ આશાપુરાની ભક્તિ અને શ્રધ્ધાએ સૌને એક તાંતણે બાંધ્યા છે. ‘આશાપુરા માત કી જય’ નો જયઘોષ કચ્છના તમામ રાજમાર્ગો ઉપર ગુંજી રહ્યો છે. સોમવારથી નવરાત્રિ ઉત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે.

(9:36 AM IST)