તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 17th September 2025
ભાવનગરના ભાવેશભાઈ ગાંધીએ ૧૧૩મી વાર રક્તદાન કર્યું
ભાવનગર નાગરિક સહકારી બેંકમાં આસિસ્ટન્ટ જનરલ મેનેજર તરીકે ફરજ બજાવતા ભાવેશભાઈ ગાંધીનું પીએમ મોદીના જન્મદિવસે ૧૧૩મી વાર રક્તદાન

( વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : ભાવનગર નાગરિક સહકારી બેંકમાં આસિસ્ટન્ટ જનરલ મેનેજર તરીકે ફરજ બજાવતા અને શહેરની અનેક સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા સેવાભાવી ભાવેશભાઈ શશીકાંતભાઈ ગાંધીએ આજે તા. ૧૭ ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે યોજાયેલા રક્તદાન કેમ્પમાં ૧૧૩મી વખત રક્તદાન કર્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, શહેર ભાજપ પ્રમુખ કુમારભાઈ શાહ વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
(8:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
