તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 17th September 2025
ફેડરેશન ઓફ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ એસોસીએશન્સ (ગુજરાત) દ્વારા સૌરાષ્ટ્ર ઝોનના ઉપપ્રમુખ પદે ભાવનગરના દિલીપભાઈ કમાણીની વરણી
સૌરાષ્ટ્ર ઝોનના ઉપપ્રમુખ પદે વરણી થતાં સૌરાષ્ટ્ર તથા ભાવનગરના ઉદ્યોગના વિકાસને અસરકર્તા વિવિધ પ્રશ્નોની રજૂઆતને વેગ મળશે

( વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર: સમગ્ર ગુજરાત રાજ્યની જીઆઈડીસીનું પ્રતિનિધિત્વ કરતી અગ્રગણ્ય સંસ્થા ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ એસોસીએશન્સ (એફ.આઈ.એ.- ગુજરાત) ના વર્ષ ૨૦૨૫- ૨૭ ના કાર્યકાળ માટે રચાયેલી કારોબારી સમિતિમાં ભાવનગરના સૌરાષ્ટ્ર ચેમ્બર ટ્રસ્ટના પ્રમુખ તથા ચિત્રા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ દિલીપભાઈ વી કમાણીની કાર્ય કુશળતા, કાર્યશૈલી તથા આ ક્ષેત્રના બહોળા અનુભવની નોંધ લઈ ફેડરેશન ઓફ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ એસોસીએશન્સ (ગુજરાત) દ્વારા સૌરાષ્ટ્ર ઝોનના ઉપપ્રમુખ પદે વરણી કરવામાં આવી છે.જેથી ભાવનગરના ઉદ્યોગકારોમાં આનંદની લાગણી પ્રસરી છે. રાજ્યની અગ્રગણ્ય કહી શકાય તેવી સંસ્થામાં દિલીપભાઈ વી કમાણીની સૌરાષ્ટ્ર ઝોનના ઉપપ્રમુખ પદે વરણી થતાં સૌરાષ્ટ્ર તથા ભાવનગરના ઉદ્યોગના વિકાસને અસરકર્તા વિવિધ પ્રશ્નોની રજૂઆતને વેગ મળશે તથા તેનો ઉકેલ લાવવામાં સરળતા રહેશે તેમ એસોસીએશનના માનદમંત્રી જીગ્નેશભાઈ સવાણી દ્વારા જણાવાયું છે.
(7:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
