<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th September 2025

જામનગરમાં ઘરકામ કરતી મહિલા ઉપર મકાન માલિકે છરી ઝીંકી દીધી : ગાળો બોલવાની ના પાડતા બઘડાટી બોલી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૭: અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં ભાવેશભાઈ અશોકભાઈ ચૌહાણ, ઉ.વ.૪૮, રે. ગુલાબનગર, રીલાયન્‍સ પંપનો ઢાળીયો ઉતરતા આદિત્‍ય પાર્ક, શ્‍યામ ટાવર-ર વાળા એ ફરીયાદ નોંધાવી છે કે,  ભાવેશભાઈના પત્‍ની ભાવનાબેન આરોપી મુકેશભાઈ ત્રીભુવનભાઈ અગ્રાવતના ઘરે પટેલ કોલોની શેરી નં.૪, સાવન એપાર્ટમેન્‍ટની બાજુમાં, યોગીકૃપા મકાન વાળાના ઘરે રસોઈ કામ કરવા ગયેલ હોય આ દરમ્‍યાન કોઈપણ કારણોસર બોલાચાલી માથાકુટ થતા આરોપી મુકેશભાઈ આક્રોશમાં આવી જઈ છરી વડે હુમલો કરી ફરીયાદી ભાવેશભાઈના પત્‍ની ભાવનાબેનના ગરદનના ભાગે તેમજ વાસાના ભાગે ઘા મારી ગંભીર ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની કોશીષ કરી ગુનો કરેલ છે.

અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં જીકરભાઈ જાકીરભાઈ ભાયા, ઉ.વ.૩૮, રે. ધરારનગર-ર, અબુ હનીફ મસ્‍જિદ પાસે છેલ્લો ચોક વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, જીકરભાઈ તેના ઘરની બહાર નીકળેલ ત્‍યારે આરોપી રમજાન તાલબભાઈ સમેજા, અસગરભાઈ તાલબભાઈ સમેજા તથા યાસીન સમેજા અને મુબારક સમેજા જોર જોરથી ગાળો બોલતા હોય જેથી સમજાવા જતા ફરીયાદી જીકરભાઈ કાંઈ બોલે તે પહેલા આરોપઓએ ફરીયાદી જીકરભાઈને શરીરે જેમ ફાવે તેમ ઢીકાપાટુનો માર મારવા લાગેલ અને તેવામા આરોપી રમજાન લોખંડનો પાઈપ અને છરી તથા તલવાર અને લાકડાનો ધોકો લઈ આવેલ અને આરોપી રમજાન એ ફરીયાદી જીકરભાઈ ને લોખંડ ના પાઈપ વડે ડાબા હાથે કોણીના ઉપરના ભાગે એક ઘા મારી તથા વાસાના ભાગે બીજો ઘા મારી મુંઢ ઈજા કરેલ તથા આરોપી અસગરભાઈ એ ફરીયાદી જીકરભાઈને તલવાર વડે માથાના ભાગે કપાળે ડાબી આંખ ઉપર ના ભાગે એક ઘા મારી ટાંકાની ઈજા કરેલ તેવામાં ફરીયાદી જીકરભાઈને ચકકર આવતા પડી જતા તેમજ આરોપી યાસીને લાડકાના ધોકા વડે વાસના ભાગે એક ઘા મારી મુંઢ ઈજા કરેલ તથા આરોપી મુબારક એ શરીરે જેમ ફાવે તેમ ઢીકાપાટુનો મારી મુઢ ઈજા કરી આરોપીઓએ ફરીયાદી જીકરભાઈ તથા તેની દિકરીને જાનથી માીર નાખવાની ધમકી આપી ગુનો કરેલ છે.

 બોલાચાલી કરી માર માર્યો

અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં લાલબહાદુર તિલબીર વિશ્‍વકર્મા, ઉ.વ.૩૭, રે. હાલાર હાઉસની બાજુમાં ભભપુજા એવન્‍યુંભભ એપાર્ટમેન્‍ટ એ ફરીયાદ નોંધાવી છે કે,  ફરીયાદી લાલબહાદુરના ઘર પાસે આરોપી કરણભાઈ ફરીયાદી લાલબહાદુરના દિકરા સાથે બોલચાલી કરી એકદમ ઉશ્‍કેરાઈ જઈ ફરીયાદી લાલબહાદુરના દિકરાને જમણા ગાલ પર કાન પાસે બે ત્રણ ઝાપટો મારેલ હોય જેથી ફરીયાદી લાલબહાદુર ના પત્‍ની તેના દિકરાને વધુ માર થી બચાવવા જતા તેની સાથે ગાળો આપી જતા જતા ફરીયાદી લાલબહાદુરના પત્‍નીને જાનથી મારી નાખવાની ધમકી આપી નાશી જઈ ગુનો કરેલ છે.

જાનથી મારી નાખવાની ધમકી

અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં સનીભાઈ ગોજાભાઈ ગદન, ઉ.વ.ર૮, રે. કિશાનચોક, માલદે ભુવન ગેઈટની સામે નંદા સ્‍ટોરની બાજુમાં એ ફરીયાદ નોંધાવી છે કે, સનીભાઈ પોતાના મીત્ર સાથે તવા રેસ્‍ટોરન્‍ટ ખાતે જમવા માટે ગયેલ હોય તે સમયે આરોપી અલ્‍તાફભાઈ ખફી પોતાની બ્‍લુ કલરની બલેનો ગાડી નં.જી.જે.૧૦-ડીએન-ર૧૦૦ વાળી લઈને સામેથી આવી ફરીયાદી સનીભાઈની ગાડી સામે રાખી આરોપી અલ્‍તાફભાઈ નીચે ઉતરી પોતાની ગાડીનો રૂઆબ બતાવા લાગેલ અને ફરીયાદી સનીભાઈને ગાળો બોલી ધમકી આપી ગુનો કરેલ છે.

હાર્ટએટેકથી યુવાનનું સારવાર દરમ્‍યાન મોત

 કાલાવડ તાલુકાના નાની નાગાજાળ ગામની સીમમાં ભરતભાઈ દેવદાનભાઈ મૈયડની વાડી રહેતા અનીતાબેન બોદરભાઈ ચમારીયાભાઈ જમરા(આદીવાસી), ઉ.વ.ર૩ વાળા એ કાલાવડ ગ્રામ્‍ય પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, મરણજનાર બોદરભાઈ ચમારીયાભાઈ જમારા(આદીવાસી), ઉ.વ.ર૪ વાળાને શરીરમા અચાનક ગભરામણ થતા સારવારમાં કાલાવડ સરકારી હોસ્‍પિટલે લાવતા મૃત્‍યુ પામેલ છે.

(1:19 PM IST)