તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 17th September 2025
કચ્છથી લાંબા અંતરની દૈનિક ટ્રેનો ચાલુ થઈ શકતી હોય, તો મોરબીથી કેમ નહીં ?
લાંબા અંતરની પેસેન્જર ટ્રેનો શરૂ કરવા અને ડેમુ ટ્રેન સેવા નિયમિત કરવા રબારીએ રજૂઆત કરી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબીઃ તા ૧૭,મોરબીના નાગરિક રમેશભાઈ રબારીએ કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાને લેખિતમાં મોરબીની રેલવે સુવિધાઓની સમસ્યાઓ અંગે રજૂઆત કરી છે. રજૂઆતમાં, રમેશભાઈ રબારીએ મોરબીની જનતા સાથે થતા કથિત અન્યાય અંગે ‘ો ઉઠાવ્યા છે અને કચ્છની જેમ મોરબીને પણ પૂરતી રેલવે સુવિધા પૂરી પાડવાની માગણી કરી છે.
રજૂઆતમાં જણાવાયું છે કે, કેન્દ્ર અને રાજ્યમાં શાસક પક્ષના હોવા છતાં અને મોરબીના ધારાસભ્યો પણ આ જ પક્ષના હોવા છતાં મોરબીના રેલવે ‘ોનો ઉકેલ આવ્યો નથી. ઘણા વર્ષોથી મોરબીથી લાંબા અંતરની દૈનિક ટ્રેનોની માગણી થઈ રહી છે, પરંતુ તે પૂરી થઈ નથી. આ ઉપરાંત, મોરબી-વાંકાનેર વચ્ચે ચાલતી ડેમુ ટ્રેન પણ વારંવાર મેઇન્ટેનન્સના નામે બંધ કરી દેવામાં આવે છે, જેના કારણે લોકોને ભારે મુશ્કેલી પડે છે.
રજૂઆતમાં ભારપૂર્વક જણાવાયું છે કે, જો કચ્છમાંથી અનેક લાંબા અંતરની દૈનિક ટ્રેનો ચાલુ થઈ શકતી હોય, તો મોરબીને કેમ નહીં? ખાસ કરીને જ્યારે મોરબીના ટ્રેક પર દરરોજ અનેક માલગાડીઓ ચાલી રહી છે, જે ઉદ્યોગપતિઓના લાભ માટે છે. તેમજ ‘ ઉઠાવ્યો છે કે જો માલગાડીઓ ચાલી શકતી હોય, તો મુસાફરો માટેની ટ્રેનો કેમ ન ચાલી શકે?
રજૂઆતમાં એક ભૂતપૂર્વ ટ્રેનનો પણ ઉલ્લેખ ક૨વામાં આવ્યો છે જે કચ્છ-રાજકોટ માટે ચાલુ કરવામાં આવી હતી. જોકે, તેનો સમય યોગ્ય ન હોવાથી પૂરતા મુસાફરો મળ્યા ન હતા અને ટ્રેન બંધ કરવી પડી હતી. રમેશભાઈએ કહ્યું કે તે સમયે સમય બદલવા માટે રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ તે ધ્યાને લેવામાં આવી ન હતી.
અંતમાં જણાવ્યું કે મોરબીની જનતાએ પણ કચ્છની જેમ જ સાંસદને ભારે બહુમતીથી મત આપ્યા છે, તેથી મોરબીની રેલવે સમસ્યાઓને પણ એટલી જ ાથમિકતા મળવી જોઈએ. તેમણે સાંસદને તાત્કાલિક આ બાબતે ધ્યાન આપીને લાંબા અંતરની પેસેન્જર ટ્રેનો શરૂ ક૨વા અને ડેમુ ટ્રેન સેવા નિયમિત ક૨વા માગ કરી છે.
(12:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
