તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 17th September 2025
અંજાર જી.આઈ.ડી.સીના ગોડાઉનમાંથી ૮૧ લાખનો દારૂ ઝડપાયો
મુન્દ્રાના ધ્રબ ગામે ખાનગી યાર્ડમાંથી ૧.૨૯ કરોડની કિંમતનો કન્ટેનરમાં ભરેલ દારૂનો જથ્થો ઝડપી પાડ્યા બાદ : છ રાજસ્થાની આરોપી પૈકી એક રાજકોટમાં રહે છે

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૭: ગઈકાલે પヘમિ કચ્છ એલસીબીએ મુન્દ્રાના ધ્રબ ગામે ખાનગી યાર્ડમાંથી ૧.૨૯ કરોડની કિંમતનો કન્ટેનરમાં ભરેલ દારૂનો જથ્થો ઝડપી પાડ્યા બાદ આજે પૂર્વ કચ્છ પોલીસે જીઆઈડીસીમાં ખાનગી ગોડાઉનમાંથી ૮૧ લાખનો દારૂ ઝડપી પાડ્યો છે. જોકે, દારૂબંધીના લીરા ઉડાવી બીજા રાજ્યોમાંથી લાખો રૂપિયાનો સામટો દારૂનો જથ્થો મંગાવનારા કુખ્યાત બુટલેગરો ઉપર સરકારના કડક કાયદાનો સકંજો જરૂરી છે.
અંજાર પીઆઈ એ.આર.ગોહીલને અંજાર શહેર વિસ્તારમાં આવેલ જી.આઈ.ડી.સીમાં પ્લોટ.નં.૬૯ વાળા ગોડાઉનમાં અનિલકુમાર બુધ્ધારામ બિશ્નોઈ તથા નરેશકુમાર ડાલુરામ તથા દેવારામ પ્રેમારામ તથા દિનેશકુમાર સાગરરામ તથા દિનેશકુમાર મોહનલાલ બિશ્નોઈ તથા સુનિલકુમાર જગદીશકુમાર પુરોહીત રહે.તમામ રાજેસ્થાન વાળાઓએ સુનિલકુમાર મોહનલાલ બિશ્નોઈ વાળાના કબ્જાના ગોડાઉનમાં વિદેશીદારૂનો જથ્થો તેના સાગરીતો સાથે મંગાવી ઉતારેલ છે એવી બાતમી મળી હતી.
આ બાતમીના આધારે રેઈડ કરી ૮૧ લાખનો દારૂનો જથ્થો તથા અન્ય મુદામાલમાં સફેદ કલરની સ્વીફ્ટ ગાડી પકડી તપાસના કામે કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની કાર્યવાહી અનુસાર પકડવાના બાકી આરોપીઓ (૧) અનિલકુમાર બુધ્ધારામ બિશ્નોઈ રહે.ડાવલ ગામ જી.જાલૌર રાજસ્થાન (૨) નરેશકુમાર ડાલુરામ રહે.કોઠારીયા ચોકડી રાજકોટ મુળ રહે.જાબુરી શિહોરી રાજસ્થાન (૩) દેવારામ પ્રેમારામ રહે. બાડમેર રાજસ્થાન (૪) દિનેશકુમાર સાગ૨રામ રહે.બાડમેર રાજસ્થાન (૫) દિનેશકુમાર મોહનલાલ બિશ્નોઈ રહે.બાડમેર રાજસ્થાન (૬) સુનીલકુમાર જગદીશકુમાર પુરોહીત રહે.બાડમેર રાજસ્થાન (૭) સ્વીફ્ટ ગાડી જેના.૨જી નંબર જીજે-૧૬-એફએ-૭૦૭૭ વાળાનો કબજો ભોગવનાર તપાસ દરમ્યાન નીકળે તે છે.
મુદ્દામાલમાં મેકડોવેલ્સ નંબર ૧ વ્હિસ્કી ૧૮ં મી.લી.ના કાચની બોટલો ૫૧૮૪ ૧૪, ૨૫, ૬૦૦/-, મેકડોવેલ્સ નંબર ૧ વ્હિસ્કી ૭૫૦ મી.લી.ની બોટલો ૧૮૦૦ ૧૮, ૮૦,૦૦૦/-, ઓલ સીઝન વ્હિસ્કી ૧૮૦ મી.લી.ની બોટલો ૧૭, ૮૦,૦૦૦/- ઓલ સીઝન વ્હીસ્કી ૭૫૦ મી.લી.ની બોટલો ૧૧, ૭૭,૦૦૦/- કીંગફીસર સ્ટ્રોંગ બીયર ૫૦૦ મી.લી.ના ટીન ૧૨૮૮ ૧૩, ૮૩, ૩૧૦/-, ટુબર્ગ સ્ટ્રોંગ બીયર ૫૦૦ મી.લી.ના ટીન ૧૪૮૮ ૩, ૨૭, ૩૯૦/-, મેડુસા પ્રીમીયમ સ્ટ્રોંગ બીયર ૫૦૦ મી.લી.ના ટીન ૧૭૨ ૧, ૩૪, ૪૦૦/- સફેદ કલરની સ્વીફટ ગાડી જેનાજી.જે.૧૬-એફ.એ-૭૦૭૭ ૫, ૦૦,૦૦૦/-કુલ કિંમત ૮૫, ૦૯, ૭૨૦/- કબ્જે કરેલ છે.
આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એ.આર.ગોહીલ તથા પોલીસ સ્ટાફ સાથે રહેલ હતા.(૨.૬)
(10:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
