તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 15th September 2025
જામનગરમાં ગોકુલનગર શેરી નં-૫ માં જાહેરમાં તીનપતીનો જુગાર રમતા પાંચ લોકોને પકડી પાડતી સીટી સી ડીવીઝન સર્વેલન્સ ટીમ
બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને બે મહિલા સહીત પાંચ લોકોને 16700ના મુદામાલ સાથે ઝડપી લીધા

જામનગર :પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વીભાગ,અશોકકુમાર (IPS) તથા પોલીસ અધિક્ષક જામનગર ડો.રવી મોહન સૈની (IPS) નાઓએ પ્રોહી જૂગારના ગુન્હાઓ શોધી કાઢવા સુચના આપેલ હોય તે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક જામ શહેર જયવિરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ જામનગર સીટી સી ડીવી પો.સ્ટે.ના પોલીસ ઇન્સ.એન.બી.ડાભીની સુચના થી સર્વેલન્સ સ્કોડના પો.સબ.ઇન્સ વી.એ.પરમાર ના માર્ગદશન હેઠળ પોલીસ સ્ટાફના માણસો પ્રોહી જૂગારના ગુન્હો શોધી કાઢવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા
દરમ્યાન પો.હેડ.કોન્સ. ખીમશીભાઇ ડાંગર તથા હર્ષદભાઇ પરમાર તથા પો.કોન્સ હોમદેવસિંહ જાડેજા ને સંયુક્ત બાતમી રાહે હકીકત મળેલ કે જામનગર શહેર ગોકુલનગર શેરી નં ૫ માં જાહેરમાં અમુક લોકો ગંજીપતાના પાના વડે તીનપતીનો પૈસાની હારજીતનો જુગાર રમતા હોવાની હકીકત આધારે રેઇડ કરી નીચે જણાવેલ નામવાળા ઇસમોને જુગાર રમતા રોકડા રૂપીયા ૧૬,૭૦૦/- તથા ગંજીપતાના પાના નંગ-પર કિ.રૂ.૦૦/૦૦ મળી એમ કુલ કિ.રૂ ૧૬,૭૦૦/-- ના મુદામાલ સાથે પકડી પાડી પો.કોન્સ. હોમદેવસિંહ પ્રવિણસિંહ જાડેજા એ ફરીયાદ આપતા પો. હેડ કોન્સ ખીમશીભાઇ જી. ડાંગર નાઓએ ધોરણસરની કાર્યવાહી કરેલ છે. પકડાયેલ આરોપીઓ:(૧) ઇશ્વરભાઇ ઉર્ફે કારો ચંદુભાઇ વિડજા રહે. ગોકુલનગર શેરી નં ૫ જામનગર (૨) દામજીભાઈ સવજીભાઈ આદરોજા રહે.દ્વારકેશ સોસાયટી શેરી નં ૫ સાંઢીયાપુલ પાસે જામનગર(3) નારણભાઇ જેઠાભાઇ ઓડીચ રહે. ગોકુલનગર શેરી નં ૧૪ જામનગર (૪) સપનાબેન અલ્પેશભાઇ દવે રહે. ગોકુલનગર શીવનગર -૫ કાચલીના કારાખના પાસે જામનગર (૫) વંદનાબેન દિનેશભાઇ વિડજા રહે. ગોકુલનગર શેરી નં ૫ જામનગર
સમગ્ર કામગીરી કરનાર અધિકારીઓ
(૧) પોલીસ ઇન્સપેટકર એન.બી.ડાભી
(3)AS રાજેશભાઈ ભીમજીભાઈ બથવાર
(6) HCહર્ષદભાઇ દલપતભાઇ પરમાર
(૨) પો.સબ.ઇન્સ વી.એ.પરમાર
(૪) AS સુખદેવસિંહ મહોબતસંગ જાડેજા
(૧૦) PC વનરાજભાઈ ભગુભાઈ ખવડ
(૫) HCરવીભાઇ નવીનભાઇ બુજડ
(૧૧) PC મહાવીરસીહ વનરાજસીહ જાડેજા
(9) HCખીમશીભાઈ ગોવીંદભાઈ ડાંગર
(૧૨) PC પ્રવીણભાઈ ભીખાભાઈ પરમાર
(૭) HC યુવરાજસિંહ ભરતસિંહ જાડેજા
(૧૩) PC મયુરસિંહ જે જાડેજા
(૮) HC શીવભદ્રસીહ મહોબતસીહ જાડેજા
(10:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
