તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 15th September 2025
કચ્છના મથડા ગામે બે જૂથો જાહેરમાં બાખડ્યા: મારામારીને પગલે ગામમાં પોલીસ ચુસ્ત બદોબસ્ત : જુઓ વિડિઓ
મારામારીનો વીડિયો વાયરલ, ચૂંટણીનું મનદુઃખ હોવાના પ્રાથમિક કારણ વચ્ચે પોલીસે શરૂ કરી તપાસ

(વિનોદ ગાલા દ્વારા ભુજ) કચ્છના અંજાર તાલુકાના મથડા ગામે એક જ સમુદાયના બે જૂથો જાહેરમાં બાખડતા ચકચાર મચી ગઈ છે.
ગામના ચોકમાં જ બે જૂથો વચ્ચે બઘડાટી બોલી હતી. દરમ્યાન આ બનાવ બાદ પોલીસ ગામમાં દોડી ગઈ છે. હાલ ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
જોકે પ્રાથમિક કારણ ચર્ચાય છે તે મુજબ ચૂંટણી નું મનદુઃખ હોઈ મુસ્લિમ સમાજના જ બે જૂથો વચ્ચે આ બઘદાટી બોલી હતી.
જ્યારે અંજાર પોલીસ મથકે બંને જૂથોએ સામસામે ફરિયાદ કરવાની ગતિવિધિ હાથ ધરી છે. જોકે, પોલીસે પરિસ્થિતિ કાબૂમાં લઈ, ચુસ્ત બંદોબસ્ત ગોઠવી અથડામણ અંગે તપાસની કાર્યવાહી હાથ ધરી છે.
(3:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
