તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 15th September 2025
વાંકાનેર નજીક નિર્મણાધીન શ્રી રામધામ પાસે બહુચરાજીથી વિરપુર પદયાત્રા સંઘનું સન્માન કરતા શ્રી રામધામ ટ્રસ્ટના આગેવાનો

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા. ૧પઃ દર વર્ષની માફક આ વર્ષે પણ ગુજરાતના વિવિધ શહેરોમાં વસવાટ કરતા લોહાણા સમાજ ઉપરાંત વિવિધ સમાજના અગ્રણીઓ-આગેવાનો તથા પુજય જલારામ બાપાના પરમ ભકતોનો બહુચરાજીથી વિરપુર (જલારામ) ધામ પગપાળા નિકળેલ પદયાત્રા સંઘનું વાંકાનેર-ચોટીલા બાઉન્ટ્રી પાસે આવેલ શ્રી રામધામના બોર્ડે પહોંચતા સંઘનું નિર્માણાધીન શ્રી રામધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, જીનપરા કનૈયા મિત્ર મંડળ-વાંકાનેરશ્રી શ્યામ ધુન મંડળ તથા વાંકાનેર લોહાણા યુવક મંડળના અગ્રણીઓ દ્વારા આ પદયાત્રીકોનું શ્રી રામધામના બોડે સન્માની કરવા ખાસ વાંકાનેરથી ૧૦ ગાડીઓનો કાફલો રાત્રીના ચોટીલા બાઉન્ટ્રી પહોંચ્યા હતા.
આ પદયાત્રા સંઘના અગ્રણીઓ નરેશભાઇ ઠકકર સહીતના જલારામ ભકતોને ઉપરોકત સંસ્થાઓ દ્વારા શ્રી રામધામના બોડે સંઘ પહોંચતા સંઘને સન્માનીત કરવા ૧૦ થી વધુ ગાડીઓનો કાફલો રાત્રીના બાર વાગ્યે શ્રી રામધામના બોર્ડે પહોંચ્યા હતા.
જયારે ઉપરોકત પદયાત્રા સંઘને સન્માનીત કરવા શ્રી રામધામ ટ્રસ્ટના ટ્રસ્ટી રાજેન્દ્રસિંહ જાડેજા, વિનુભાઇ કટારીયા, ગિરીશભાઇ કાનાબાર, ગોવર્ધન નાથજી તથા બાલકૃષ્ણલાલજીની હવેલીના કિશોરભાઇ જે. પુજારા, જલારામ મીત્ર મંડળના અમિતભાઇ સેજપાલ, રાજુભાઇ સોમાણી, જીતેશભાઇ રાજવીર તેમજ કનૈયા ગ્રુપ-જીનપરા મહેશભાઇ રાજવીર, ધર્મેશભાઇ ભીંડોરા, કાંતીલાલ કુમખાણીયા, વિજયભાઇ પુજારા, ઉતમભાઇ રાજવીર, જીજ્ઞેશભાઇ કાનાબાર, દિલીપભાઇ પુજારા, ભાવેશભાઇ જોબનપુત્રા, હરીશભાઇ બુધ્ધદેવ સહિત વ્યાપારી અગ્રણી કેતનભાઇ સોમાણી સહિતના અગ્રણીઓ રાત્રીના ૧ર વાગ્યે ચોટીલા-બાઉન્ટ્રી પહોંચ્યા હતા. ને પદયાત્રા જોડાયેલ તમામ પદયાત્રીકોનું ઉષ્માભર્યું સ્વાગત સાથે સન્માન કરવામાં આવ્યું હતું.
(11:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
