<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th September 2025

સ્‍વામિનારાયણ સંપ્રદાયના સંત શાષાી ભક્‍તિ જીવનદાસનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન

કયારેય કોઈની સામે હાથ લાંબો ન કરનાર અને હંમેશા લઈને નહીં પણ દઈને રાજી થતા ખૂબ જ નિખાલસ, સરળ સ્‍વભાવના અને દરેકના આદરણીય સંતની વિદાયથી હરિભક્‍તોમાં દુઃખની લાગણી છવાઈ ગઈ

(વિજય વસાણી દ્વારા) આટકોટ, તા.૧૫: ગઢડા, આટકોટ, જસદણ અને છેલ્લે આટકોટથી પાંચ કિલોમીટર દૂર આવેલ ગુંદાળા (જામ) સ્‍વામિનારાયણ મંદિરમાં રહી શ્રી હરિનું અખંડ સ્‍મરણ કરતા કરતા શાષાી ભક્‍તિ જીવનદાસજી સ્‍વામીનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન થયો હતો. શાષાી ભક્‍તિ જીવનદાસજીના જીવન ઝરમર ઉપર એક નજર કરીએ તો સ્‍વામિનારાયણ સંપ્રદાયમાં અને જસદણ પંથકમાં તમામ ધર્મના લોકોમાં જેમનું આદરણીય સ્‍થાન હતું તેવા શાષાી ભક્‍તિ જીવનદાસજીનો જન્‍મ આટકોટ ખાતે તા.૩૧/૧૦/૧૯૩૨ ના રોજ થયો હતો.નાનપણથી જ નામ એવા ગુણ ધરાવતા તેઓ ભક્‍તિમાં સતત પ્રવળત્ત રહેતા હતા ૧૬ વર્ષની ઉંમરે ૧૯/૦૪/ ૧૯૪૮ ના દિવસે આચાર્ય આનંદપ્રસાદજી મહારાજના હસ્‍તે દીક્ષા લીધી તેમના ગુરુ ગઢડા મંદિરના કોઠારી શ્રી હરજીવનદાસજી હતા.

દીક્ષા લીધા બાદ તેઓએ શરૂઆતમાં ગઢડા સ્‍વામિનારાયણ મંદિરમાં રહી ભક્‍તિ કરી હતી ત્‍યારબાદ ભક્‍તિ જીવનદાસજી નાસિકમાં ગોદાવરીના કાંઠે પઠશાળામાં અભ્‍યાસ કરી શાષાીજી બન્‍યા.

ભક્‍તિ જીવનદાસજીને ચાર ગુરુ ભાઈઓ હતા જેમાં શાષાી ભક્‍તિપ્રિય દાસજી, હરેકળષ્‍ણ દાસજી, સ્‍વામી ભક્‍તિતનય દાસજી સ્‍વામી અને ભક્‍તિ જીવનદાસસ્‍વામી. સ્‍વામી સૌથી મોટા હતા શાષાીજીનો અભ્‍યાસ પૂર્ણ કર્યા બાદ તેઓ પોતાના વતન આટકોટ ખાતે આવી થોડો સમય આટકોટ સ્‍વામિનારાયણ મંદિરમાં કોઠારી તરીકે સેવા આપી અને મંદિરના જીર્ણોદ્ધારનો પ્રારંભ કર્યો હતો ત્‍યારબાદ તેઓએ જસદણમાં સ્‍વામિનારાયણ મંદિર ન હોય જસદણના કૈલાશ નગરમાં મંદિર બનાવવાનો સંકલ્‍પ કર્યો સ્‍વામીજી કોઈની પાસે હાથ લાંબો ન કરતા હતા તેથી તેઓ ગઢડા જે રૂમમાં રહેતા હતા એ રૂમ એ વખતે માત્ર ૭૦ રૂપિયામાં વહેંચી જસદણમાં નવું મંદિર બનાવવાનો પ્રારંભ કર્યો એ વખતે તેમને મુંબઈના હરિભક્‍તો દ્વારા મંદિર માટે સેવા મળેલી. આ ઉપરાંત જસદણના સ્‍થાનિક ગાંડુભાઈ છાયાણી, માવજીભાઈ સતાણી, હિંમતભાઈ રાજા, જગદીશભાઈ શાહ, લાલજીભાઈ રામાણી,યોગી ઇન્‍ડસ્‍ટ્રીઝ વાળા ગોવિંદભાઈ રામાણી, વલ્લભભાઈ માવલીયા, બાબુભાઈ સતાણી કે જેઓએ પોતાને ત્‍યાંથી ૧૨ વર્ષ સુધી સ્‍વામીજીને ટિફિન પહોંચાડ્‍યું હતુ તેવા હરિભક્‍તોના સહકારથી જસદણમાં સ્‍વામિનારાયણ મંદિર બનાવ્‍યું.

શાષાી ભક્‍તિ જીવનદાસ ખૂબ જ નિખાલસ, સરળ સ્‍વભાવ, લાગણીશીલ, ઉદાર હૃદય સૌનો સ્‍વીકાર, દરિદ્ર નારાયણની સેવા કરવી, કયારેય કોઈની પાસે લાંબો હાથ ન કરતા હોવા છતાં આપીને રાજી થવું, અજોડ ગુરુભક્‍તિ, પોતાનાથી નાના વ્‍યક્‍તિને પણ કયારેય તુકારે ન બોલાવવા, વ્‍યક્‍તિ તરીકે પૂજાયા વગર હંમેશાં બધાને આશીર્વાદ આપવા, ચોકસાઈના ખૂબ જ આગ્રહી શાષાી ૯૩ વર્ષની ઉંમરે અક્ષરવાસી થતા હરિભક્‍તોમાં પોતાના માવતર અને સ્‍વજન ગુમાવ્‍યાનુ દુઃખ હતુ. શાષાીજી છેલ્લે સુઘી તેમના ઞુરૂ હરીજીવનદાસજી, રાજકોટ ગુરૂકુળના ધર્મજીવનદાસજી અને જેતપુરના કોઠારી હરીકળષણ સ્‍વામીને બહુજ યાદ કરતા હતા.

ગઈકાલે ગુંદાળા ખાતે તેમની અંતિમવિધિમાં ગુજરાત ભરમાંથી સ્‍વામિનારાયણ સંપ્રદાયના સંતો અને મોટી સંખ્‍યામાં હરિભક્‍તો જોડાયા હતા.

૨૬ સપ્‍ટેમ્‍બરે ગઢડા ખાતે ગુણાનુવાદ સભા

(વિજય વસાણી દ્વારા) આટકોટ, તા.૧૫: સંપ્રદાયના નીતિ નિયમો મુજબ ગઈકાલે સાધુના હસ્‍તે અગ્નિદાહ અપાયા બાદ આગામી તા.૨૬ ના રોજ ગઢડા ખાતે શાષાી ભક્‍તિ જીવનદાસજીની ગુણાનુંવાદ સભા યોજાશે. આ સભામાં ગઢપુર, વડતાલ, જુનાગઢ, ધોલેરા અને ભુજ તેમ છ ધામના સંતો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેશે. આ દિવસે આ છયે ધામના સંતોને અને હરિભક્‍તોને રસોઈ આપવામાં આવશે. આ ઉપરાંત જસદણના આટકોટ રોડ ઉપર આવેલ પાટીદાર શૈક્ષણિક ભવન ખાતે આગામી ૧૮ તારીખે રાત્રે ૮:૩૦ કલાકે પણ ગુણાનુંવાદ સભાનું જસદણ સ્‍વામિનારાયણ મંદિર દ્વારા આયોજન કરવામાં આવ્‍યું છે.

શાષાીજી શિક્ષણના ખૂબ જ હિમાયતી હતા

(વિજય વસાણી દ્વારા) આટકોટ, તા.૧૫: શાષાી ભક્‍તિ જીવનદાસસ્‍વામીને શિક્ષણ પ્રત્‍યે ખૂબ જ લગાવ હતો બાળકોને શિક્ષણ મળી રહે એ માટે તેમણે આટકોટ જસદણ વચ્‍ચે ગુરુકુળની પણ સ્‍થાપના કરી હતી. ઉપરાંત હાલ આટકોટ ખાતે કાર્યરત શ્રી ડી.બી.પટેલ કન્‍યા છાત્રાલયને તેમને મળેલ જમીન અનુદાનમાં આપી દીધી હતી. ૨૦૧૮માં તેમણે જસદણનું મંદિર રાજકોટ ગુરુકુળને સોંપી તેમનું શેષ જીવન ગુંદાળા (જામ)ખાતે પૂર્ણ કર્યું હતું ગુંદાળાના સમસ્‍ત ગ્રામજનો અને ગુંદાળાના પૂર્વ સરપંચ મનુભાઈ ખોખરીયાએ તેમની છેલ્લે સુધી સેવાચાકરી કરી હતી.

(12:24 PM IST)