તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 15th September 2025
કચ્છ ભાજપ સેવાકીય કાર્યો દ્વારા નરેન્દ્રભાઈના જન્મદિવસની ઉજવણી કરશે
સંગઠન પ્રભારી કશ્યપ શુક્લ, સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડા, જિલ્લા પ્રમુખ દેવજીભાઈ વરચંદ, જિલ્લા મહામંત્રી ધવલ આચાર્યની ઉપસ્થિતિમાં કાર્યશાળા યોજાઇઃ તા. ૧૭ સપ્ટેમ્બરથી તા. ર ઓકટોબર સુધી આયોજન

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૧૫: ૧૭ સપ્ટેમ્બરે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ છે. જેને અનુલક્ષીને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ માન શ્રી જે. પી. નડ્ડાજીની સૂચના મુજબ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના નેતળત્વમાં અને કચ્છ જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદની આગેવાનીમાં કચ્છ જિલ્લા ભાજપ દ્વારા ૧૭ સપ્ટે. થી ૨ ઓક્ટો. એક પખવાડિયા સુધી સેવા કાર્યો દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈના જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે. આ સંદર્ભે એક અગત્યની કાર્યશાળાનું કચ્છ કમલમ ખાતે આજે આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળામાં માર્ગદર્શન આપતા કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે સૌ કાર્યકર્તાઓને મોદીજી ના જન્મદિવસથી એક પખવાડિયા સુધી આયોજનબદ્ધ રીતે વિવિધ સામાજિક સેવાકીય કાર્યક્રમો યોજી વધુ ને વધુ લોકો સુધી પહોંચવા જણાવ્યું હતું અને આ રીતે મોદીજીના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય ની શુભેચ્છા આપી તેઓના વ્યક્તિત્વ માંથી પ્રેરણાલેવા જણાવ્યું હતું.
ક્ચ્છ ભાજપના સંગઠન પ્રભારી કશ્યપભાઈ શુક્લા એ સ્વચ્છતા અભિયાન, વળક્ષારોપણ, રક્તદાન શિબિર, આરોગ્ય શિબિર, દિવ્યાંગોનું અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓનું સન્માન, પ્રબુધ વર્ગ સંમેલન, પ્રદર્શની, મેરેથોન, પં. દીનદયાલ ઉપાધ્યાય જન્મ જયંતિ નિમિતે સંગોષ્ઠિ કાર્યક્રમ, લોકલ ફોર વોકલ અંતર્ગત મેળાનું આયોજન, મહાત્મા ગાંધી જયંતિ, લાલ બહાદુર શાષાી જન્મ જયંતિ, વિજય દશમી નિમિતે સ્વચ્છતા અભિયાન ખાદી ખરીદી, શ્રેષ્ઠ શિક્ષકો, સફાઈ કામદારો, રમતવીરો સહીત પ્રતિષ્ઠિત વ્યક્તિઓના સન્માન જેવા વિવિધ કાર્યક્રમો કરી સાચા અર્થ માં મોદી જી ને જન્મદિવસની શુભેચ્છાઓ આપવા જણાવ્યું હતું.
ક્ચ્છના સાંસદ અને પ્રદેશ ભાજપના મહામંત્રી વિનોદભાઈ ચાવડા એ જણાવ્યું હતું કે નરેન્દ્રભાઈ મોદી આપણા ક્ચ્છના પનોતા પુત્ર છે અને તેમણે જયારે કચ્છ માટે વિશેષ ચિન્તા હોય ત્યારે આપણી બધા ની ફરજ બને છે કે તેમના જન્મદિવસે વિશિષ્ટ કાર્યક્રમો કરી તેમના મનગમતા સદકાર્યો કરી, સેવા કાર્યો કરી તેમને જન્મદિવસ ની શુભેચ્છા ઓ પાઠવવી જોઈએ. તેમણે વિશેષ માં જણાવ્યું હતું કે માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત બનાવવા, ભારતને આત્મનિર્ભર બનાવવા, ટેકનોલોજી અને નવા આયામોમાં વૈશ્વિક નેતળત્વ પ્રાપ્ત કરવા, સમાજના તમામ વર્ગો સુધી સામાજીક ન્યાય સુનિヘતિ કરવા ‘વોકલ ફોર લોકલ' ના મંત્ર સાથે ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે આહવાન કર્યું છે ત્યારે આપણે સૌ તેમના સાથે રહી તેમના આ વિશાળ વિચારો ને સફળ કરવામાં સહભાગી બનીએ.
જિલ્લા ભાજપના મહામંત્રી ધવલભાઈ આચાર્ય એ ૧૯ સપ્ટેમ્બરે લાલન કોલેજ ખાતે યોજનારા ૧૫૦ કરતા વધુ કલાકારો સાથે ના મોદીજી ના જીવન પર આધારિત અદભુત મ્યુઝિકલ મલ્ટીમીડિયા શો અંગે વિસ્તળત માહિતી પુરી પાડી હતી.
આ સેવા પખવાડિયા ની ઉજવણી માટે કેવી રીતે આયોજન કરવું તે અંગે સેવા પખાવાડાના જિલ્લા ઇન્ચાર્જ રાહુલભાઈ ગોર ઉપરાંત જયંતભાઈ માધાપરીયા, વિકાસભાઈ રાજગોર, વસંતભાઈ કોડરાણી, મોમાયાભાઈ ગઢવી, હિતેષભાઇ ખંડોરે માર્ગદર્શન પૂરું પાડયું હતું.
જિલ્લા ભાજપના મહામંત્રીઓ દિલીપભાઈ શાહ, નરેન્દ્રભાઈ પ્રજાપતિ, સહિત જિલ્લા સંગઠનના હોદેદારો, તમામ મંડળો ના હોદેદારો, મોરચાના હોદેદારો આગેવાનો મોટી સંખ્યામાં માં હાજર રહ્યા હતા. સ્વાગત પ્રવચન સેવા પખવાડિયા ના સહ ઇન્ચાર્જ શીતલભાઈ શાહે જયારે સંચાલન અને આભારવિધિ સેવા પખવાડિયા સહ ઇન્ચાર્જ હેમંતભાઈ શાહે કરી હોવાનું કચ્છ જિલ્લા ભાજપના મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવી તેમજ સહ ઇન્ચાર્જ ચેતનભાઈ કતીરા ની યાદી માં જણાવાયું હતું
(11:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
