<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th September 2025

ગોંડલ નજીક ભોજપરા ગામ પાસે એસટી બસમાંથી અપહરણનો ભેદ ઉકેલાયો: 4 આરોપીની ધરપકડ

પોલીસે ઉપલેટાના વડેખણ ગામેથી અપહરણ થયેલા યુવક સંજય મુછારને અપહરણકર્તાઓના કબજામાંથી છોડાવ્યો

રાજકોટના ગોંડલ નેશનલ હાઈવે પર ભોજપરા ગામ નજીકથી એક એસ.ટી. બસમાંથી થયેલા અપહરણના ગુનાનો ભેદ ઉકેલાયો.. ગોંડલ પોલીસે એસ.ટી. બસના ડ્રાઈવરની ફરિયાદના આધારે તાત્કાલિક કાર્યવાહી કરીને 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે. 

પોલીસે ઉપલેટાના વડેખણ ગામેથી અપહરણ થયેલા 22 વર્ષીય યુવક સંજય મુછારને અપહરણકર્તાઓના કબજામાંથી છોડાવ્યો છે. સંજય એક એસ.આર.પી. જવાન છે, અને તેનું અપહરણ સ્કોર્પિયો કારમાં કરવામાં આવ્યું હતું. પોલીસે આ ઘટનામાં સંડોવાયેલા રવિ મુછાર, મૂકેશ ઓડેદરા, મનીષ મોઢવાડિયા અને લાલા મોરી નામના ચાર આરોપીઓની ધરપકડ કરી છે. સાથે જ, અપહરણમાં વપરાયેલી સ્કોર્પિયો, મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 11 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે સંજયની બહેન ગુમ થઈ જતાં તેના સાસરિયાઓએ આ અપહરણ કર્યું હતું.

 

પોલીસે અપહરણમાં વપરાયેલ સ્કોર્પિયો કાર, મોબાઈલ ફોન સહિત રૂપિયા 11,15,000/-નો મુદામાલ કબ્જે કર્યો છે. અપહરણના બનાવમાં રવિ ઈશાભાઈ મુછાર,મૂકેશ રામભાઈ ઓડેદરા,મનીષ અરજણભાઈ મોઢવાડિયા રહે.પોરબંદર,લાલા બધાભાઈ મોરી ધોરીયા નેસ,જામજોધપુર-જામનગર નામના શખ્સો હોવાની વિગતો મળી રહી છે.  અપહરણના બનાવમાં એસઆરપી મેનની બહેન પીયરમાં હોય અને ત્યાંથી ગુમ થઈ જતા સાસરી પક્ષના લોકોએ અપહરણ કર્યુ હોવાની પોલીસ તપાસમાં પ્રાથમિક વિગતો મળી રહી છે. 

 

 

(8:18 PM IST)