તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 13th September 2025
વડાપ્રધાનના ભાવનગર ખાતે કાર્યક્રમને અનુલક્ષીને અધિકારીઓ અને પદાધિકારીઓની બેઠક યોજાઇ
જૂનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ તેમજ અમરેલી જિલ્લા વહીવટી તંત્ર અને પદાધિકારીઓ વર્ચ્યુઅલી જોડાયા

( વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના તા. 20 સપ્ટેમ્બરના ભાવનગર ખાતે કાર્યક્રમને અનુલક્ષીને જૂનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ તેમજ અમરેલી જિલ્લા વહીવટી તંત્ર અને પદાધિકારીઓની બેઠક ભાવનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજાઇ હતી.
આ બેઠકમાં જૂનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ તેમજ અમરેલી જિલ્લાના અધિકારીશ્રીઓ અને પદાધિકારીઓ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા.
આ બેઠકમાં તા. 20 સપ્ટેમ્બરના રોજ યોજાનાર કાર્યક્રમ અંગે વિગતવાર ચર્ચાઓ કરવામાં આવી હતી તેમજ જૂનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ તેમજ અમરેલી જિલ્લામાંથી આવનાર લોકોને કોઈપણ પ્રકારની અગવડતા પડે ન એ માટે જરૂરી વ્યવસ્થા કરવા માર્ગદર્શન આપવામાં આપવામાં આવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રૈયાબેન મિયાણી, મેયર ભરતભાઈ બારડ, ધારાસભ્ય સર્વ જીતુભાઈ વાઘાણી, ગૌતમભાઈ ચૌહાણ, ભીખાભાઈ બારૈયા, જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, નિવાસી અધિક કલેકટર એન.ડી.ગોવાણી, આર.સી.એમ.કચેરી અધિક કલેકટર ડી.એન. સતાણી, આગેવાન રાજીવ પંડ્યા સહિત જૂનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ તેમજ અમરેલી જિલ્લામાંથી અધિકારીઓ અને પદાધિકારીઓ જોડાયા હતા
(7:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
