<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th September 2025

પોરબંદરના ભોમિયાવદરમાં ૩પ લાખના વિકાસ કામોનું અર્જુનભાઇ મોઢવાડિયાના હસ્‍તે ખાતમુહુર્ત

ભોમીયાવદરમાં એલઇડી સ્‍ટ્રીટ લાઇટ, સી.સી.રોડ, પાણીની ટાંકી, સ્‍મશાનની છાપરી તથા પાણીની પાઇપ લાઇનના કામો હાથ ધરાશે

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૧૩: ધારાસભ્‍ય અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્‍તે ભોમીયાવદર ખાતે અંદાજીત ૩૫ લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર વિવિધ વિકાસના કામોનું સ્‍થાનિક આગેવાનો અને ગ્રામજનોની ઉપસ્‍થિતીમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યું હતું.

ભોમીયાવદર ગામ ખાતે જે કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યું તેમાં ગામના અનુ. જાતિ વિસ્‍તારમાં અંદાજીત ૧ લાખ ૭૫ હજાર રૂપિયાના ખર્ચે એલઇડી સ્‍ટ્રીટ લાઈટ નાખવાના કામનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગામમાં ચારણ આઈના મંદિરે જતા રસ્‍તા ઉપર સી.સી. રોડનું કામ અંદાજીત ૩ લાખ ૫૦ હજાર રૂપિયાના ખર્ચેના ખર્ચે કરવામાં આવશે. સાથે જ માતાજીના મંદિરેથી આલા અધુરના ઘર તરફ સી.સી. રોડનું કામ ૩ લાખ રૂપિયાના ખર્ચે કરવામાં આવશે. આ ઉપરાંત ગામમાં પાણીની ટાંકી બનાવવાનું કામ અંદાજીત ૫ લાખ રૂપિયાના ખર્ચે કરવામાં આવશે. સાથે જ ગામના સ્‍મશાનમાં છાપરીનું કામ અંદાજીત ૫ લાખ રૂપિયાના ખર્ચે કરવામાં આવશે. આ સીવાય ગામમાં સ્‍નાન ઘાટનું કામ અંદાજીત ૫ લાખ રૂપિયાના ખર્ચે કરવામાં આવશે. જ્‍યારે ગામમાં બ્‍લોક અને પાણીની લાઈનનું કામ અંદાજીત ૪ લાખ ૫૦ હજાર રૂપિયાના ખર્ચે કરવામાં આવશે. આજે માનનીય ધારાસભ્‍ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્‍તે આ વિવિધ યોજના અંતર્ગત હાથ ધરવામાં આવેલ આ તમામ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવતા ગામવાસીઓમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ છે.

આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ધારાસભ્‍ય અર્જુનભાઈ મોઢવાડિયા ઉપરાંત પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી બાબુભાઈ બોખીરીયા, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ વિરમભાઈ કારાવદરા, તાલુકા ભાજપના પ્રમુખ રાણાભાઈ મોઢવાડિયા, જિલ્લા પંચાયતની દેગામ બેઠકના સભ્‍ય ભુરાભાઈ કેશવાલ, તાલુકા પંચાયતના સભ્‍ય કેશુભાઈ ઓડેદરા, ભોમીયાવદર ગામના સરપંચ વેજાભાઈ કારાવદરા, તાલુકા ભાજપના મહામંત્રી શ્રી લખુભાઈ કરાવદરા ઉપરાંત મોટી સંખ્‍યામાં ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

(1:03 PM IST)