<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th September 2025

દ્વારકામાં સરકારી જમીન ઉપરનું દબાણ હટાવાયું: ૩૧૭ કરોડની જમીન ખુલ્લી કરાવાઇ

દ્વારકાના મદદનીશ કલેકટર અમોલ એસ.આવટેની આગેવાનીમાં તંત્રની કામગીરી

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા, તા., ૧૩: દ્વારકા વિસ્‍તાર દરીયાઇ સુરક્ષા, ધાર્મિક આસ્‍થા તથા પ્રવાસન ક્ષેત્રે ખુબ જ મહત્‍વ ધરાવે છે. આ વિસ્‍તારમાં સરકારી જમીન ઉપર અલગ અલગ પ્રકારના રહેણાંક, વાણીજય તથા ધાર્મિક દબાણો થયેલા હતા. જેને ધ્‍યાને લઇને જીલ્‍લા વહીવટી તંત્ર દ્વારા છેલ્લા એક વર્ષમાં દબાણ દુર કરવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ. જેમાં અલગ અલગ પ્રકારના મળીને કુલ રૂા. ૩૧૭ કરોડની કિંમતની સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવેલ છે.

દેવભુમી દ્વારકાના પ્રાંત અધિકારી અમોલ એસ.આવટેની આગેવાનીમાં તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી છે. ૧૦ મહિનામાં અનેક સરકારી જમીનો ઉપર થયેલા દબાણો દુર કરવામાં આવ્‍યા છે.

દ્વારકા તાલુકો કચ્‍છનાં અખાત સાથે દરિયાઈ સીમા ધરાવતો સૌરાષ્‍ટ્રનો પヘમિ પ્રદેશ છે. દ્વારકા તાલુકાનું દરિયાઈ સુરક્ષા, ધાર્મિક આસ્‍થા, ઔદ્યોગિક સલામતિ તેમજ પ્રવાસન ક્ષેત્રે આગવુ મહત્‍વ ધરાવે છે. દ્વારકા ટાઉનમાં વિશ્વ પ્રસિધ્‍ધ શ્રી દ્વારકાધીશ મંદિર આવેલુ છે જે દેશ-વિદેશના કરોડો વૈષ્‍ણવોનું આસ્‍થાનું કેન્‍દ્ર છે. આ ઉપરાંત દ્વારકા તાલુકામાં ૧૨ જયોર્તિલીંગ પૈકીનું એક જયોર્તિલીંગ શ્રી નાગેશ્વર જયોર્તિલીંગ મંદિર, રૂક્ષ્મણી મંદિર, ગોપી તળાવ, બેટ દ્વારકા ખાતે શ્રી દ્વારકાધીશ મંદિર તથા ભીમરાણા ખાતે શ્રી મોગલ માતાજી મંદિર જેવા અનેક પ્રસિધ્‍ધ ધાર્મિક સ્‍થળો આવેલા છે. જે દર વર્ષે ખુબ મોટી સંખ્‍યામા શ્રધ્‍ધાળુઓને યાત્રાર્થે આકર્ષે છે. આ ઉપરાંત ઓખા અને દ્વારકાને જોડતો સુદર્શન સેતુ અને પાછલા પાંચ વર્ષોથી જેને બ્‍લ્‍યુ ફલેગ બીચનું પ્રમાણપત્ર મળ્‍યુ છે એવુ શીવરાજપુર બીચ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યુ છે. તેમજ રારકારશ્રી દ્વારા દ્વારકા કોરીડોરની કામગીરી પણ હાલમાં ચાલી રહી છે.

ઔદ્યોગિક દ્રષ્ટિએ દ્વારકા તાલુકામાં તાતા કેમિકલ્‍સ લી. તેમજ આર.એસ.પી.એલ. લી. જેવા બે મોટા ઔદ્યોગિક ગળહોના પ્‍લાન્‍ટ આવેલા છે તેમજ અન્‍ય નાના ઔદ્યોગિક એકમો હાલ કાર્યરત છે તેમજ આ ઉપરાંત પુનઃ પ્રાપ્‍ય ઉર્જા ક્ષેત્રે દ્વારકામાં અંદાજે ૨૭૦ જેટલી સંખ્‍યાની પવનચક્કિ કાર્યરત છે. જે દ્વારકા તાલુકાને ઔદ્યોગિક દ્રષ્ટિએ સંવેદનશીલ ક્ષેત્ર બનાવે છે.

દ્વારકા તાલુકો આશરે ૧૪૦ કિ.મી. જેટલી દરિયા સીમા તેમજ ૦૮ જેટલા નાના મોટા ટાપુ ધરાવે છે. આ ટાપુઓ દરિયાઈ સુરક્ષા તેમજ પર્યાવરણીય દ્રષ્ટિએ ખુબ મહત્‍વના છે. મોટાભાગના ટાપુઓ પર પાછલા ઘણા વર્ષોથી ગેરકાયદેસર રીતે સરકારી જમીન પર મસ્‍જિદ/મજાર બનાવી ધાર્મિક તેમજ રહેણાંકના બાંધકામ કરેલ છે. સદર ટાપુઓ પર અન્‍ય ધર્મની વસ્‍તી ધીરે ધીરે પલાયન થઈ રહી છે જે સુરક્ષાની દ્રષ્ટિએ ખુબ જ ગંભિર બાબત છે.

અત્રેનાં તાલુકામાં ઓખા પોર્ટ પણ કાર્યરત છે, જેના કારણે વાર્ષિક ધોરણે ૪૨૫૯ જેટલી ફિશીંગ બોટ આંતરાષ્‍ટ્રિય સીમા સુધી ફિશીંગ માટે પરિવહન કરે છે. અત્રેના તાલુકામાં ICG, AIRFORCE, NAVY, GMB જેવી રાષ્‍ટ્રિય ધોરણે મહત્‍વની સંસ્‍થાના સ્‍ટેશન આવેલ છે. ઉપરાંત પાછલા થોડાક વર્ષોમાં દરિયાઈ સીમાથી નાર્કોટીક સબસ્‍ટન્‍સ ઘુસાડવાના નિષ્‍ફળ પ્રયાસ પણ કરવામાં આવેલ છે. ઉક્‍ત બાબતોને ધ્‍યાને લેતા દ્વારકા તાલુકોને દરિયાઈ સુરક્ષા, ધાર્મિક આસ્‍થા, ઔદ્યોગિક સલામતિ તેમજ પ્રવાસન ક્ષેત્રે સંવેદનશીલ વિસ્‍તાર બનાવે છે.

દ્વારકા ખાતે કોવિડ પછીના વર્ષોમાં પ્રવાસીઓની રાખ્‍યામાં અભૂતપૂર્વ વધારો થવાથી પ્રવારાન ઉદ્યોગની પ્રવળતિને વેગ મળ્‍યો છે. જેના કારણે વિવિધ સરકારી જમીન પર વાણીજયક હેતુથી દબાણમાં વધારો જોવા મળેલ છે. પ્રવાસન પ્રવળતિને વેગ મળવાને કારણે દ્વારકા તાલુકાની જમીન પણ ખુબ જ કિંમતી બનેલ છે. આથી સરકારી જમીન પરનાં દબાણોને સત્‍વરે દુર કરવા જરૂરી બન્‍યા છે. જેથી વિકાસના અન્‍ય કામો માટે કિંમતી સરકારી જમીન ખુલ્લી કરી શકાય. વહિવટી દ્રષ્ટિએ અત્રેના તાલુકામાં ૨ નગરપાલિકા દ્વારકા નગરપાલિકા (દ્વારકા ટાઉન વિસ્‍તાર), ઓખા નગરપાલિકા (ઓખા ટાઉન, આરંભડા, બેટ, સુરજકરાડી વિસ્‍તાર) નો સમાવેશ થાય છે. આથી વહિવટી તંત્ર દ્વારા બે તબક્કામાં દબાણ હટાવાની કામગીરી કરવામાં આવેલ છે. (તસ્‍વીર : દિપેશ સામાણી-કચ્‍છ)

(12:06 PM IST)