તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૩ બુધવાર
News of Saturday, 13th September 2025
જામનગરમાં મરીન કમાન્ડો ફોર્સના અધિક પોલીસ મહાનિદેશક, મરીન સેકટર કમાન્ડરના માર્ગદશૅન હેઠળ રસુલનગરમા સાગરખેડુતની જનજાગૃતી માટે રાષ્ટ્રહીત સેમીનાર
દરીયાઇ વિસ્તારમા મળી આવતા શંકાસ્પદ શખ્સોની હીલચાલ, બોટો, સંભવિત આતંકવાદી પ્રવૃતીઓ અને કૈફી પદાર્થોની હેરાફેરી અટકાવવા, વિસ્ફોટક પદાર્થો, બાળકોના શિક્ષણ સહિતની જાગૃતી માટે માહિતગાર કરાયા

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૩ : મરીન કમાન્ડો ફોર્સના અધિક પોલીસ મહાનિદેશક, મરીન સેકટર કમાન્ડરના માર્ગદશૅન હેઠળ મરીન ટાસ્ક ફોર્સ, જામનગર ધ્વારા જામનગર જીલ્લા ખાતેના રસુલનગર ગામે રહેતા સાગરખેડુત ની જનજાગૃતી તેમજ રાષ્ટ્રહીત સેમીનારનુ આયોજન કરવામાં આવેલ હતુ. દરીયાઇ વિસ્તારમા મળી આવતા શંકાસ્પદ શખ્સોની હીલચાલ, બોટો, સંભવિત આતંકવાદી પ્રવૃતીઓ અને કૈફી પદાર્થોની હેરાફેરી અટકાવવા, વિસ્ફોટક પદાર્થો, બાળકોના શિક્ષણ સહિતની જાગૃતી માટે માહિતગાર કરેલ તેમજ મરીન ટાસ્ક ફોર્સની કામગીરી વિશે જાણકારી આપવામા આવેલ. ગામના સરપંચ શ્રી ઉમરભાઈ ઉપ- સરપંચ સુલતાનભાઈ,બેડ ગામનાં સરપંચ મુળાભાઈ તથા વડીલ દાઉદભાઈ, જાકુબભાઈ, મરીન ગૃપ લીડર અને પો.ઇન્સ. ડી.આર.યાદવ, પો.સ.ઇ. જી.એમ.બોપલીયા, પો.સ.ઇ. ડી.એચ.જાડેજા તથા મરીન કમાન્ડો તથા ફીશરીઝ વિભાગ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહેલ હતા.
(11:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
