તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 13th September 2025
રાત્રે ભાયાવદરમાં ખેડૂતોના હક્ક માટે અધિકાર યાત્રાનું આયોજન
લલીત વસોયા પ્રગતિ આહીર સહિતના ઉપસ્થિત રહશે

(કળષ્ણકાંત ચોટાઈ દ્વારા) ઉપલેટા, તા.૧૩: ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામે તા૧૩ ના રોજના રોજ પટેલ સમાજ ખાતે રાત્રે ૮:૦૦ વાગે આયોજન કરેલ છે જેમાં કોલકી જિલ્લા પંચાયત સીટન ખેડુત વિરોધી સરકાર સામે ખેડુત મિત્ર ને થતા અન્યાય સામે એક બની નેક બનીને અવાજ ઉઠાવવા માટેની એક કિશાન અધિકાર યાત્રાનુ આયોજન કરેલ છે.
તેમા ખેડુત મિત્રને સરકાર દ્વારા થતા અન્યાય સામે જેવાકે ઓનલાઈનમા પડતી મુશ્કેલી ફાર્મર્સ રજીસટેસન કાર્ડ કપાસની આયાત પરની ડયુટી ધડાળીને ખેડુતને કરેલ અન્યાય ભુલ ભરેલ થતી તેતીની માપણી રદ કરવી તેમજ ફરીથી ખેતી વીસયક વીમા યોજનાઓ ચાલુ કરવી ટેકાના ભાવે ખરીદીમા ખેડુત મિત્રને થતા અન્યાય સામે એક બનીને સરકાર સામે આંદોલનનુ રણસીગુ પુકારીને ખેડુત હીત માટે એક થયને લડત કરવા ખેડુતને પોતાના હક માટે એક થયને લડત લડવા માટેની એક મીટીંગનુ આયોજન કરેલ છે.
ભાયાવદર શહેર સહીત આસપાસના ગામડાંઓ કોલકી અરણી ખીરસરા વડાળી પડવલા માખીયારા સાજડીયારી ટીબડી ત્રણ કલારીયા ભાખ મોજીરા ગઢાળા ખાખીજાડીયા નવાપરા સેવંનતરા વાડલા તેમજ દરેક ગામડાંઓના ખેડુત મિત્ર એ આ મીટીંગમા હાજરી આપવા જણાવ્યું છે. આ મીટીંગ મા ખેડુત આગેવાન અને કોંગ્રેસ પક્ષના મહીલા આગેવાન પ્રગતિબેન આહીર પુર્વ ધારાસભ્ય લલીતભાઈ વસોયા, લાખાભાઇ ડાંગર તેમજ ખેડુત આગેવાન હાજરી આપશે.
(11:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
