News of Saturday, 13th September 2025
ભાડલા પોલીસે અપહરણ- પોકસોના ગુન્હામાં બે આરોપીઓને ઝડપી લીધા

રાજકોટ, તા.૧૩: ભાડલા પોલીસે અપહરણ તથા પોકસોના ગુન્હામાં બે આરોપીઓને ગણત્રીના કલાકોમાં જ શોધી કાઢી ઝડપી લીધા હતા.
રાજકોટ ગ્રામ્ય પોલીસ અધીક્ષક વિજયસિંહ ગુર્જર તથા નાયબ પોલીસ અધીક્ષક ગોંડલ વિભાગ કે.જી.ઝાલા એ અપહરણ થયેલ બાળકીને શોધી કાઢવા માટે સૂચના આપેલ હોય જે અન્વયે ભાડલા પો.સ્ટે.માં ફરીયાદીની સગીર વયની દિકરી ઉ.વ.૧૫ વર્ષ ૧૦ મહીનાવાળીને આ કામના આરોપીઓ ફરીયાદીના કાયદેસરના વાલીપણા બદકામ કરવાના ઇરાદે લલચાવી ફોસલાવી લઇ જઇ આ કામના આરોપીઓએ ગુનામાં એકબીજાની મદદગારી કરી ગુનો કરી નાસી ગયેલ હોય, ભાડલા પો.સ્ટેના પોલીસ ઇન્સપેકટર કે.વી.પરમાર તથા સ્ટાફે આરોપી (૧) રાહુલ હિંમતભાઇ ગઢાદરા ધંધો-મજુરી, રહે.વાવડા, તા.બાબરા તથા (ર) રવિ ઉર્ફે રવિરાજ અશોકભાઇ ગાબુ ધંધો-મજુરી, રહે. નીલવાળા તા.બાબરાને પકડી પાડી ધરપકડ કરી હતી.
આ કાર્યવાહીના ભાડલાના એ.એસ.આઇ.અંકિતભાઇ ગામીત, પો.હેડ કોન્સ દશરથભાઇ કાકડીયા, પો.હેડ કોન્સ નીલેષભાઇ ઝાપડીયા તથા પો.કોન્સ હરેશભાઇ ચાવડા સહિતના સ્ટાફે કરી હતી.(૨૩.૧૯)
(11:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
