<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th September 2025

હાર્દિક પટેલેને ધારાસભ્‍ય બનવાની ખંજવાળ ઉપડી હતી : મનોજ પનારા

હાર્દિક પટેલે પોતે જ પોતાના પઞમાં કુહાડો માર્યો છેઃ ભાગેડું લગ્ન મામલે જસદણમાં યોજાયેલ ક્રાંતિ રેલીમાં હાર્દિક પટેલને મનોજ પનારાએ આડે હાથે લીધોઃ ‘સમાજ વોટર છે નહીં સરકાર'સમાજે ખંભે બેસાડી મોટો કર્યો હોય હાર્દિકે સાથે ચાલવું પડશેઃ વરૂણ પટેલ

(વિજય વસાણી દ્વારા) આટકોટ, તા.૧૩:હાર્દિક પટેલના ઞાઢ મિત્ર મનોજ પનારાએ હાર્દિક પટેલ સામે ચાબખા મારી જણાવ્‍યું હતું કે હાર્દિકને ધારાસભ્‍ય બનવાની ખંજવાળ ઉપડી હતી એટલે જ એણે જાતે પોતાના જ પગ ઉપર કુહાડો માર્યો છે. અમારું આંદોલન ગાંધીજીના માર્ગે ચાલી રહ્યું છે જો સરકાર આ બાબતે યોગ્‍ય કાર્યવાહી નહીં કરે તો અમે ગાંધીજી નહીં ભગતસિંહના માર્ગે ચાલીને કાયદો લાવીશું. હાર્દિક પટેલ વિશે પૂછતા તેમણે જણાવ્‍યું હતું કે ભાજપનો ગળપટો પહેર્યા પછી એક ફિલ્‍મનો દાખલો આપી કહયુ હતું કે ૅતું કહે તો ભોકું તું કહે તો ચૂપૅઆવું થતું હોય અમે ભાજપનો પટ્ટો પહેરતા નથી.  અનામત આંદોલનનો મુખ્‍ય ચહેરો હવે કેમ નથી દેખાતો તેવા પ્રશ્‍નના જવાબમાં મનોજ પનારાએ કહ્યું હતું કે હાર્દિકનું લોહી હવે ચેન્‍જ થઈ ગયું છે અગાઉ આ જ હાર્દિક જાહેર મંચ ઉપરથી કહેતો હતો કે માનુ ધાવણ લાજે ભાજપને વોટ ન આપવો આજે એ ધારાસભામાં પણ સંકુચિત થઈ ગયો છે. સિંહને તમે સોનાના પાંજરામાં પૂરો તો પણ પાંજરું જ કહેવાય અને સોનાની સાંકળથી બાંધો તો એ સાંકળ જ કહેવાય એવું હાર્દિક પટેલમાં થયું છે હાર્દિક પટેલ ગુજરાતનો નહીં સમગ્ર દેશનો હીરો બની ગયો હતો હાર્દિક ભાજપમાં જોડાવાનો હતો એના આગલા દિવસે મેં એને સમજાવ્‍યો હતો કે ભાઈ તારી ઉંમર હજુ થોડી નાની છે થોડો સમય તું ખમી જા અને સમાજની સેવામાં લાગી જા પરંતુ હાર્દિક પટેલને ધારાસભ્‍ય બનવાની ઉતાવળ હતી એ જેનો જાહેરમાં વિરોધ કરતો હતો એ જ પક્ષમાં જોડાઈ હાર્દિકે ખોટું પગલું ભરી લેતા તેના આ પગલાથી સમાજ ઉપર અને અમારી ઉપર કલંક લાગી ગયું છે હજુ પણ અમને લોકો પૂછી રહ્યા છે કે તમે પણ હાર્દિક પટેલ જેવું તો નહીં કરો ને ત્‍યારે અમે જવાબ પણ નથી આપી શકતા ! આ અંગે વરૂણ પટેલે પણ હાર્દિક પટેલ વિશે જણાવ્‍યું હતું કે હાર્દિક પટેલ સમાજના ખંભે બેસી મોટો થયો છે તેણે આવા કાર્યક્રમોમાં આવવું જોઈએ ૅસમાજ વોટર છે નહીં કે સરકારૅજો તમે સમાજની સાથે રહેશો તો જ પ્રગતિ કરશો તેમણે પણ ઝડપથી આ કાયદો લાવવા સરકારને અનુરોધ કર્યો હતો.

 આ ક્રાંતિ રેલીના મુખ્‍ય આયોજક પાસના આગેવાન અને ખોડલધામના ટ્રસ્‍ટી દિનેશ બાંભણિયાએ પણ સરકારને વિનંતી કરી જણાવ્‍યું હતુ કે રાજ્‍ય સરકાર દ્વારા આ કાયદો તાત્‍કાલિક લાવી માતા પિતાની જાણ બહાર અને દીકરીઓને ભોળવીને કરવામાં આવતા પ્રેમ લગ્ન બાબતે યોગ્‍ય કાયદો લાવી ખોટી રીતે ફસાવવામાં આવતી કુમળી દીકરીઓને સલામતી અપાવવા જણાવ્‍યું હતું. દિનેશ બાંભણિયાએ વધુમાં જણાવ્‍યુ હતુ કે આ અંગે હાલ ગુજરાતમાં જુદી જુદી જગ્‍યાએ ક્રાંતિ રેલીઓનું આયોજન પૂર્ણ થયું છે અને આગામી દિવસોમાં આ કાયદા હેઠળ તમામ સમાજના લોકોને સાથે રાખી ક્રાંતિ રેલીનું રાજ્‍યભરમાં આયોજન કરવામાં આવશે તેમણે પણ સરકારને અનુરોધ કર્યો છે કે પ્રેમ લગ્ન મામલે માતા પિતાની સંમતિ સહીત જે માંગ કરવામાં આવી છે તે બાબતે સરકાર ગંભીરતાથી વિચારી યોગ્‍ય કાર્યવાહી કરે.(૨૩.૧૭)

(11:35 AM IST)