News of Saturday, 13th September 2025
ઈશુદાન ગઢવીની સભામાંમાળીયા કોંગ્રેસ અગ્રણીઓ આપમાં જોડાયા
બહોળી સંખ્યામાં લોકો જ્ઞાતિ, જાતી, ધર્મના નામે થતી રાજનીતિ છોડી આમ આદમી પાર્ટીની કામની રાજનીતિમાં જોડાણા

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : ગુજરાત જોડો જનસભા અંતર્ગત આજ રોજ માળીયા શહેર ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી ઈસુદાનભાઈ ગઢવી તથા મોરબી જિલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરિયાની અધ્યક્ષતા હેઠળ જનસભાનું આયોજન થયેલ હતું આ જનસભા ની અંદર બહોળી સંખ્યા માં હિંદુ અને મુસ્લિમ કોમી એકતા નો અદ્ભુત નજરો જોવા મળ્યો હતો તેમજ બહોળી સંખ્યા માં લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાયા સાથો સાથ મોરબી જીલ્લા કોંગ્રેસ મહામંત્રી તેમજ તાલુકા પંચાયતના ચાલુ સદસ્ય ઉંમરભાઈ જેડા , સતારભાઈ, માળીયાના આગેવાન હુસેનભાઇ તેમજ આસપાસ ના ગામ ના સરપંચો, ઉપસરપંચ તેમની સમગ્ર ટીમ સાથે કામની રાજનીતી કરવા માટે આમ આદમી પાર્ટી સાથે જોડાયા...
આમ બહોળી સંખ્યા માં લોકો જ્ઞાતિ, જાતી, ધર્મ ના નામે થતી રાજનીતિ છોડી આમ આદમી પાર્ટીની કામ ની રાજનીતિ માં જોડાણા હતા
(1:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
