<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th September 2025

મોરબીમાં મુખ્યમંત્રીના કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે ધારાસભ્યની હાજરીમાં ભાજપના આગેવાનોની મિટિંગ મળી

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં ૧૦ લાખ વૃક્ષોના લોકાર્પણ સમારોહનું આયોજન

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીમાં આગામી તા.૧૭/૦૯/૨૦૨૫ રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં ૧૦ લાખ વૃક્ષોના લોકાર્પણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે તેના અનુસંધાનમાં મોરબીના સર્કિટ હાઉસ ખાતે ધારાસભય કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષ સ્થાને મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા પ્રમુખ જયંતીભાઈ રાજકોટીયા, જિલ્લા મહામંત્રી કે.એસ.અમૃતિયા, નરેન્દ્રસિંહ ઝાલા અને જેઠાભાઇ મીયાત્રા, જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારધી, જિલ્લાના પૂર્વ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, હિરેનભાઇ પારેખ, રિશીપભાઈ કૈલા, ભાવેશભાઈ કંઝારીયા, ભૂપતભાઇ જારીયા, વિશાલભાઈ ઘોડાસરા, પ્રદીપભાઇ વાળા, ભાવનાબેન કૈલા, મહેસભાઈ સિંધવ, મેઘરાજસિંહ ઝાલા સહિતના જિલ્લામ તાલુકા અને શહેરની ટીમના હોદેદારો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમ વધુ સારો કેવી રીતે બનાવી શકાય તેની ચર્ચા કરવામાં આવી હતી.


 

(1:02 AM IST)