<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th September 2025

અખિલ ગુજરાત રાજપૂત યુવાન સંઘ મોરબી જીલ્લાની કાર્યકર્તા શિબિર ટંકારા ખાતે યોજાશે.

શિબિરમાં રાજપૂત સમાજના અગ્રણીઓ હાજરી આપશે.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : સમગ્ર રાજપૂત સમાજના ઉત્કર્ષ માટે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા અનેક સમાજ ઉપયોગી કાર્યો કરવામાં આવે છે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા થતા થતા કાર્યોનું આયોજનપૂર્વક અમલીકરણ કરવામાં આવે છે વર્ષ દરમિયાન કરાયેલા બધા કાર્યોની સમીક્ષા કરવા અને નવા વર્ષના કાર્યોના આયોજન માટે દર વર્ષે પ્રદેશ કક્ષાએ અને જીલ્લા કક્ષાએ કાર્યકર્તા શિબિરનું આયોજન કરવામાં આવતું હોય છે તે હેતુથી તા. ૧૪ ને રવિવારે સવારે ૯ થી બપોરે ૨ સુધી મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ટંકારા ખાતે મોરબી જીલ્લા કાર્યકર્તા શિબિર યોજાશે.


શિબિરમાં સવારે ૯ થી ૯ : ૩૦ સુધી રજીસ્ટ્રેશન અને ચા-પાણી, બાદમાં ઓપનીંગ સેસન્સ, સ્વાગત અને પરિચય વિધિ, યુવા સંઘના સમાજ ઉત્કર્ષના કાર્યોની માહિતી, ગત વર્ષના કાર્યો અને આગામી કાર્યોની માહિતી, યુવા પાંખના કાર્યો વિશે માહિતી, મહિલા સંઘના કાર્યો વિશે માહિતી તેમજ ૧૧ વાગ્યા બાદ કાર્યકર્તા ઘડતર, નવા કાર્યકર્તાઓનું નિર્માણ અંગે ડો. જયેન્દ્રસિંહ જાડેજા સાહેબનું માર્ગદર્શન, ઈતિહાસ જ્ઞાન કસોટી ૨૦૨૫ ના વિજેતાઓનું સન્માન, પ્રદેશ ટીમ સાથે પ્રશ્નોતરી, પ્રદેશ હોદેદારોનું માર્ગદર્શન, બપોરે ૧ : ૨૦ થી ૧ : ૩૦ સુધી સમાપન અને આભાર વિધિ તેમજ બપોરે ૧ : ૩૦ કલાકે ભોજનનું આયોજન કરેલ છે.

ઈતિહાસ જ્ઞાન કસોટીના વિજેતાઓને રોકડ ઇનામ પ્રથમ રૂ ૫૧૦૦, દ્વિતીય રૂ ૩૧૦૦ અને તૃતીય રૂ ૨૧૦૦  રૂપસિંહ ચંદુભા ઝાલા (મહામંત્રી, ટંકારા તાલુકા ભાજપ ) મોટા ખીજડીયા તરફથી આપવામાં આવશે શિબિરમાં રાજપૂત સમાજના અગ્રણીઓ હાજરી આપશે.

(12:58 AM IST)