તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 13th September 2025
મોરબીના માધાપરમાં ખુલ્લા પ્લોટમાં છુપાવી રાખેલ દારૂનો જથ્થો ઝડપાયો.
બાતમીને આધારે ટીમે રેડ કરી દારૂની ૫ બોટલનો જથ્થો જપ્ત કર્યો

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના માધાપર વિસ્તારમાં રહેતા શખ્શે મકાન સામે ખુલ્લા પ્લોટમાં દારૂનો જથ્થો છુપાવી રાખ્યો હોવાની બાતમીને આધારે ટીમે રેડ કરી દારૂની ૫ બોટલનો જથ્થો જપ્ત કર્યો છે આરોપી હાજર મળી ના આવતા વધુ તપાસ ચલાવી છે.
મોરબી એ ડીવીઝન પોલીસ ટીમેં માધાપર શેરી નં ૨૨ માં રહેતા આરોપી સાહિલ હિતેશ વિઠ્ઠલાપરાના મકાન સામે ખુલ્લા પ્લોટમાં બાતમીને આધારે રેડ્ કરી હતી ખુલ્લા પ્લોટમાંથી દાટીને રાખેલ રેડ લેબલ સ્કોચ વ્હીસ્કીની ૫ બોટલ કીમત રૂ ૫૫૦૦ નો જથ્થો જપ્ત કર્યો છે આરોપી સાહિલ વિઠ્ઠલાપરા રેડ દરમિયાન હાજર મળી આવ્યો ના હતો આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરી છે.
(1:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
