<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th September 2025

વાંકાનેરના કાસીયામાં ડીજે વગાડવાના જુના ડખ્‍ખામાં વિરમ પર લાકડીથી હુમલો

ગત મે મહિનામાં વિરમના લગ્ન હોઇ તેમાં વાગતુ ડીજે બંધ કરાવવા બોલાચાલી થઇ હતીઃ જુનો ખાર રાખી બુટા,સવા, બાબુએ હુમલો કર્યો

રાજકોટ તા. ૧૨: વાંકાનેરના કાસીયા ગામે રહેતાં વિરમ ભુપતભાઇ ધોળકીયા (ઉ.વ.૨૧) નામના યુવાન પર તે ગામના તળાવ પાસે હતો ત્‍યારે ગામના જ બુટા નાનુભાઇ, સવા વીહાભાઇ અને બાબુ મનજીભાઇએ લાકડીથી હુમલો કરી બેફામ માર મારતાં વાંકાનેર સારવાર લઇ રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થયો છે.

વિરમે કહ્યું હતું કે હું કારખાનામાં મજુરી કરી ગુજરાન ચલાવુ છું. ગયા મે મહિનામાં મારા લગ્ન હોઇ તેમાં ડીજે વગડાવ્‍યું હતું. તે વખતે ગામના ભરવાડ શખ્‍સે ડીજે બંધ કરવાનું કહી ઝઘડો કરતાં બોલાચાલી માથાકુટ થઇ હતી. બાદમાં સમાધાન થઇ ગયું હતું. જો કે ગઇકાલે હું તળાવ પાસે ચાલીને જતો હતો ત્‍યારે બુટા, સવા, બાબુ ભેગા થઇ ગયા હતાં અને જુના ડખ્‍ખાનો ખાર રાખી લાકડીથી તૂટી પડયા હતાં. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, અમૃતભાઇ મકવાણા, પ્રકાશભાઇ રાઠોડ, ધર્મેન્‍દ્રભાઇ હુદડ અને ધર્મેન્‍દ્રભાઇ ચાવડાએ વાંકાનેર પોલીસને જાણ કરી હતી.

(11:36 AM IST)