<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th September 2025

જુનાગઢની એકલવ્‍ય સ્‍કુલમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમ યોજાયો

એસપી જિલ્લા શિક્ષણાધિકારીએ માર્ગદર્શન આપ્‍યુ

ઉપરોકત તસ્‍વીરમાં માર્ગદર્શન આપતા એસ. પી. સુબોધ ઓડેદરા નજરે પડે છે. (તસ્‍વીર : મુકેશ વાઘેલા-જુનાગઢ) 

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૧ર :.. જુનાગઢ રેન્‍જના આઇજીપી નિલેશ જાજડીયા તેમજ એસપી સુબોધ ઓડેદરાની સુચના અને ડીવાયએસપી હિતેષ ધાંધલ્‍યાના માર્ગદર્શન હેઠળ માર્ગ સલામતી અંગે જાગૃતિ વધારવા માટે ખાસ અભિયાન શરૂ કરવામાં આવેલ છે.

જે અભિયાન હેઠળ શહેરની એકલવ્‍ય પબ્‍લીક સ્‍કુલ ઝાંઝરડા રોડ ખાતે માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવેલ. આ કાર્યક્રમમાં શાળાના સંચાલકશ્રીઓ વિનુભાઇ અમીપરા, ચેતનભાઇ શાહ, નિલેશભાઇ ધુલેશીયા તેમજ વિદ્યાર્થીઓ વાલીઓને જરૂરી સુચના આપવામાં આવેલ.

કે સગીર વયના વાહન ચાલકો વાહન ન ચલાવે અને તેઓ ટ્રાફિકના નિયમો અને ટ્રાફિક-અવેરનેશ અંગે જરૂરી માર્ગદર્શન એસપી સુબોધ ઓડેદરા સહિતના અધિકારીઓએ આપેલ.

આ કાર્યક્રમમાં જીલ્‍લા શિક્ષણાધિકારી લતાબેન ઉપાધ્‍યાય આરટીઓ અધિકારી તેમજ શહેર ટ્રાફિક શાખાના પીઆઇ પી. કે. ચાવડા, પીએસઆઇ એસ. એન. જાડેજા, પી.કે. ઝાલા તથા સ્‍ટાફ હાજર રહી આ અંગે વાલીઓ તેમજ વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન તેમજ ટ્રાફિક નિયમોનું પાલન કરવા સમજ આપી હતી. (પ-૭)

(9:47 AM IST)