તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 11th September 2025
મોરબી-રાજકોટ હાઈવેની હાલત ખરાબ : ધારાસભ્યની માર્ગ-મકાન વિભાગના સચિવને રજુઆત.
અનેક જગ્યાઓ ઉપર ખાડા પડયા: રોડની હાલત બિસ્માર: વાહનચાલકોને ભારે હાલાકી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબી-રાજકોટ હાઈવે ઉપર અનેક જગ્યાઓ ઉપર ખાડા પડયા છે. ઉપરાંત રોડની હાલત બિસ્માર છે. તેવામાં વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે. જેથી ધારાસભ્ય દ્વારા આ મામલે ગાંધીનગરમાં રજુઆત કરવામાં આવી છે.
ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ માર્ગ અને મકાન વિભાગના સચિવને રજુઆત કરી છે જેમાં જણાવ્યું છે કે મોરબીથી રાજકોટ જતા હાઈવે ઉપર મોરબી-રાજકોટ તથા કચ્છના વાહનોની મોટા પ્રમાણમાં અવર-જવર રહેતી હોય હાલ વરસાદના કારણે આ રસ્તાની પરિસ્થિતિ અતિ ખરાબ છે. જેના કારણે વાહન ચાલકોને તેમજ લોકોને ખુબ જ મુશ્કેલી પડતી હોય જેથી આ રોડ તાત્કાલીક રીસરફેસ (પેવર) કરાવવામાં આવે.
(12:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
