તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 10th September 2025
ગુજરાતી ફિલ્મ ‘‘લાલો''ના કલાકારો જુનાગઢની એસ્થે કાયાકલ્પ હોસ્પિટલની મુલાકાતે

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૧૦: ગુજરાતી સિનેમાની આતુરતાપૂર્વક રાહ જોવાતી ફિલ્મ ‘લાલો'ના સ્ટારકાસ્ટ જુનાગઢની જાણીતી હોસ્પિટલ એસ્થે કાયાકલ્પ ખાતે આવ્યા હતા. ફિલ્મના ડિરેક્ટર અંકિત સખીયા, અભિનેતા કરણ જોષી તથા અભિનેત્રી રીવા રાચ્છ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ફિલ્મની સ્ટારકાસ્ટ અને ટીમે હોસ્પિટલની મુલાકાત લઇને અહીંની સુવિધાઓ અંગે માહિતગાર થયા. સાથે જ તેઓએ ફિલ્મ વિષે મીડિયા સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું કે લાલો એક અનોખી વાર્તા પર આધારિત છે, જે દર્શકોને એક નવા અનુભવ સાથે જોડશે. ડૉ. પિયુષ બોરખતરીયા સર એ ફિલ્મ વિશે જણાવતા કહ્યું કે લાલો ફિલ્મ સમાજને નવી દિશા આપશે અને દર્શકોના દિલમાં સ્થાન બનાવશે. એસ્થે કાયાકલ્પ હોસ્પિટલ આવી ટીમે પ્રોમોશન કર્યું તે અમારે માટે ગૌરવની વાત છે.
એસ્થે કાયાકલ્પ હોસ્પિટલ, જે સ્કિન, હેર અને લેસર ટ્રીટમેન્ટ માટે સમગ્ર સૌરાષ્ટ્રમાં જાણીતી છે, ત્યાં આ મૂવી પ્રમોશન થવાથી શહેરના લોકોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો. એસ્થે કાયાકલ્પ હોસ્પિટલ તરફથી ડૉ. પિયુષ બોરખતરીયાએ તેમનું હાર્દિક સ્વાગત કર્યું હતું. સમગ્ર ટીમે હોસ્પિટલના આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સેવાઓની પ્રશંસા કરી હતી. (તસ્વીર : મુકેશ વાઘેલા-જુનાગઢ)
(12:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
