તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 10th September 2025
વાંકાનેર માર્કેટીંગ યાર્ડની સામાન્ય સભા યોજાઇ

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા. ૧૦ :.. ચંદ્રપુર ખાતે આવેલ ડો. એ. કે. પીરઝાદા એ.પી.એમ.સી. માર્કેટીંગ યાર્ડ ખાતે સામાન્ય સભા યોજાઇ હતી. ત્યારે વિવિધ પ્રશ્નોની ચર્ચાઓ સહિત વાંકાનેર માર્કેટીંગ યાર્ડના વર્તમાન યુવા ડીરેકટર દ્વારા મહત્વનો મુદ્્ો ઉઠાવેલ હતો. જેમાં અન્ય માર્કેટીંગ યાર્ડ માફક વાંકાનેર યાર્ડમાં પણ ખેડૂત પોતાના ઉત્પાદન થયેલ માલના વેચાણ માટે યાર્ડમાં આવતા હોય છે. ત્યારે એ.પી.એમ.સી. ને પણ શેષની આવક થતી હોય છે. ત્યારે અન્ય યાર્ડની માફક ખેડૂતોને તથા કામદારો (મજૂરો)ને પણ અકસ્માતે મૃત્યુ સહાય આપવામાં આવે અને તુરત અમલવારી કરવાની માંગ વર્તમાન ડીરેકટર અશ્વિનભાઇ એન. મેઘાણી દ્વારા કરવામાં આવી છે.
જયારે ઉપરોકત અશ્વિનભાઇ મેઘાણીની માંગને યાર્ડના વા. ડીરેકટર જલાલભાઇ શેરસીયાએ પણ ટેકો આપેલ હતો. (પ-૧ર)
(11:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
