<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th September 2025

ધ્રોલ તાલુકામાં સુજલામ સુફલામ યોજનામાં ભ્રષ્‍ટાચારના આક્ષેપો :જુઓ વિડીયો

તપાસ સમિતીએ મુલાકાત લીધીઃ જીલ્લા પંચાયતનાં સદસ્‍ય લગધીરસિંહ જાડેજાના પ્રહારો

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા.૧૦: જામનગર જિલ્લામાં સુજલામ સુફલામ યોજના હેઠળના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો થતાં ખળભળાટ મચી ગયો છે. આ મામલે જિલ્લા પંચાયત દ્વારા તાત્‍કાલિક ધોરણે કામો અટકાવી દેવામાં આવ્‍યા છે અને તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિએ ધ્રોલ તાલુકાના વિવિધ ગામોમાં સ્‍થળ પર જઈને તપાસ હાથ ધરી છે.

 તપાસ ભ્રષ્ટાચારના આક્ષેપોની ગંભીરતાને ધ્‍યાનમાં રાખીને, જિલ્લા પંચાયતના સદસ્‍ય લખધીરસિંહ જાડેજા, અશોકભાઈ ચોવટીયા, હસમુખભાઈ કણઝારીયા અને જે.પી. મારવિયાએ તપાસ સમિતિના ભાગ રૂપે ધ્રોલ તાલુકાના રાજપર, ખેંગારકા અને ડાંગરા ગામની મુલાકાત લીધી હતી. આ સભ્‍યો સાથે સ્‍થાનિક ગ્રામજનો પણ જોડાયા હતા. સમિતિએ યોજના હેઠળ થયેલા કામોની ગુણવત્તા અને તેમાં થયેલી ગેરરીતિઓ અંગે ઝીણવટપૂર્વક તપાસ કરી હતી. આક્ષેપો બાદ જિલ્લા પંચાયતે સુજલામ સુફલામ યોજના અંતર્ગત ચાલતા તમામ કામો હાલ પૂરતા બંધ છે.

જીલ્લા પંચાયતના સદસ્‍ય લગધીરસિંહ જાડેજાએ જણાવ્‍યું છે કે,  જામનગર જિલ્લા પંચાયત દ્વારા સુજલામ સુફલામ યોજના દ્વારા પાંચ કરોડ જેવા વિકાસના કામો જેવા કે ખેડૂતો માટે આ ચેક ડેમો ઊંડા ઉતરે એટલે માટીકામ, તેમજ અમુક સિમેન્‍ટનું કામ દસ ટકા જેવું મંજૂર કરવામાં આવેલ. ત્‍યારબાદ અમને જાણવા મળેલ કે આ કામો ખરેખર જ્‍યાં જરૂર છે ત્‍યાં નથી કરવાના અને જ્‍યાં હાવ જરૂર નથી ત્‍યાં કર્યા છે. એટલે અમે આ કામો જનરલ બોર્ડની અંદર રદ કર્યા. રદ કર્યા પછી એની સમિતિ બની અને સમિતિમાં આજે અમે ચેક કરવા આવ્‍યા, જ્‍યારે આજે અમે એ પહેલું ગામ ખેંગારકા, પછી ડાંગરા, અને હવે રાજપર આવ્‍યા છીએ. જ્‍યારે ખેંગારકાની અંદર ૨,૭૦૦ ઘન મીટર માટીકામ મંજૂર કરેલું, એની સામે તેઓએ ૫૦૦ ઘન મીટર કામ કર્યું છે એવું બતાવ્‍યું. હકીકત ૫૦૦ ઘન મીટર કામ કર્યું પણ નથી, ૧૦૦ ઘન મીટર જેવું કામ કર્યું. બીજું ડાંગરા. ડાંગરાની અંદર ૩,૨૦૦ ઘન મીટર જેવું માટીકામ મંજૂર કર્યું છે અને ૧,૨૯૬ એટલે ૧,૩૦૦ જેવું ઘન મીટર જેવું માટીકામ કરેલ છે એવું બતાવ્‍યું છે. હકીકત ત્‍યાં ૪૦૦ ઘન મીટર પણ કામ થયું નથી. ત્‍યારે સરકારશ્રીએ જે સુજલામ સુફલામ દ્વારા જે આટલી બધી ગ્રાન્‍ટ ફાળવી હોય અને જે ખેડૂતોને ઉપયોગી ન થાતી હોય, આજે સરકારશ્રીનો બહુ સારો વિચાર છે કે ભાઈ ખેડૂતોના તળ ઊંડા આવે એ માટે આ ગ્રાન્‍ટ ફાળવવામાં આવે છે. ત્‍યારે આનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. ત્‍યારે આની તટસ્‍થ તપાસ થાય એ માટે જામનગર જિલ્લા વિકાસ અધિકારી ત્રણ જણાની કમિટી બનાવી છે અને આજે એ કમિટી દ્વારા આજે અમે જો રાજપર, ડાંગરા, અને ઓલું ખેંગારકા ગામે તપાસ કરી છે અને એની રિપોર્ટ પણ આજે અધિકારીઓ પણ આવ્‍યા છે, અમે જિલ્લા પંચાયત સભ્‍યો પણ આવ્‍યા છે. આ સ્‍થળ ઉપર આપણે જોઈ શકીએ છીએ કે આ ચેક ડેમની અંદર કોઈ જરૂર નથી, અહીંયા કોઈની માંગણી નહોતી લેખિત છતાં પણ આની અંદર ત્રણ લાખ રૂપિયા જેવું મંજૂર કરવામાં આવેલ છે. તમે જોઈ શકો છો આમાં કાંઠીઓ તમે જોવો, આમાં કોઈ પાણી ભરાતું નથી. ગામનો પણ વિરોધ છે, ગામના સરપંચનો પણ વિરોધ છે છતાં પણ આમાં ત્રણ લાખ રૂપિયા મંજૂર કરવામાં આવેલ છે.

(10:58 AM IST)