<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th September 2025

મોરબીમાં પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા તળે સુરત જેલહવાલે.

નિજામ ઉર્ફે નિજો હૈદર જેડાને પાસા એક્ટ તળે ડીટેઈન કરી સુરત જેલ હવાલે કરાયો

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી :  પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ શખ્શ વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી દરખાસ્ત મંજુર થતા બી ડીવીઝન પોલીસે આરોપીને પાસા તળે ડીટેઈન કરી સુરત જેલહવાલે કરાયો છે.

    મોરબી સીટી બી ડીવીઝન પોલીસ દ્વારા પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ આરોપી નિજામ ઉર્ફે નિજો હૈદર જેડા( રહે મોરબી વિસીપરા મદીના સોસાયટી વાળા)  વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબીને મોકલતા પાસા વોરંટ ઈશ્યુ કર્યું હતું જેથી બી ડીવીઝન પોલીસ ટીમ બનાવી નિજામ ઉર્ફે નિજો હૈદર જેડા (ઉ.વ.૩૨) વાળાને પાસા એક્ટ તળે ડીટેઈન કરી સુરત જેલ હવાલે કરવામાં આવ્યો છે

(1:05 AM IST)