News of Tuesday, 9th September 2025
જામનગર જીલ્લામા ’’સ્પેશ્યલ ટ્રાફિક ડ્રાઇવ’’ નુ આયોજન કરતી જામનગર જીલ્લા પોલીસ
જી.પી.એકટ ૧૩૫(૧) નો ૧, એમ.વી.એકટ ૧૮૫ ના હેઠળ ૨, બ્લેક ફિલ્મના ૩૪, નંબર પ્લેટ વગરના વાહનના ૬૪, ફ્રેન્સી નંબર પ્લેટ વાળા વાહનના ૧૬ કેસ કરાયા

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૯ : પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ, અશોકકુમાર (IPS) નાઓએ તથા જામનગર પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની (IPS) તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી,પ્રતિભા (IPS) જામનગર નાઓએ ટ્રાફિક ડ્રાઇવ દરમ્યાન જી.પી.એકટ- ૧૩૫(૧),એમ.વી.એકટ-૧૮૫,કાર મા બ્લેક ફિલ્મ,નંબર પ્લેટ વગર તથા ફ્રેન્સી નંબર પ્લેટ વાળા વાહન ચાલકો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સુચના કરેલ હોય,જેથી તા.૦૮/૦૯/૨૦૨૫ ના રોજ ’’ટ્રાફિક ડ્રાઇવ’’ દરમ્યાન નીચેની વિગતે પોલીસ ધ્વારા કામગીરી કરવામા આવેલ છે.
ટ્રાફિક ડ્રાઇવ કામગીરીમા
૧) જી.પી.એકટ ૧૩૫(૧) ના હેઠળ કેસ—૦૧
ર) એમ.વી.એકટ ૧૮૫ ના હેઠળ કેસ – ૦૨
૩) બ્લેક ફિલ્મ ના કેસો-૩૪
૪) નંબર પ્લેટ વગરના વાહનના કેસ—૬૪
૫) ફ્રેન્સી નંબર પ્લેટ વાળા વાહનના કેસ -૧૬ કરવામાં આવ્યા હતા
આ કામગીરી મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી લાલપુર વિભાગ,નાયબ પોલીસ અધિક્ષક, શહેર વિભાગ/ગ્રામ્ય વિભાગ ના સુપરવિઝન હેઠળ, તમામ થાણા અધિકારીશ્રી , પોલીસ ઇન્સપેકટર તથા ટ્રાફિક શાખા,એલ.સી.બી. તથા પોલીસ સ્ટેશન ના પો.સબ ઇન્સ તથા સ્ટાફ દ્રારા કાર્યવાહી કરવામા આવેલ છે.
(1:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
