News of Friday, 5th September 2025
જુનાગઢમાં આહિર સમાજનાં વિદ્યાર્થીને માર મારવાના વિરોધમાં કાલે ઉપલેટામાં મૌન રેલી-આવેદન

(કળષ્ણકાંત ચોટાઈ દ્વારા) ઉપલેટા તા. પ :.. ઉપલેટામાં અહીંયા રહેતા આહિર સમાજના વિદ્યાર્થીને જૂનાગઢની આલ્ફા હોસ્ટેલ માં તાજેતરમાં સાથે અભ્યાસ કરતા ચાર વિદ્યાર્થીઓ માર મારતો વિડીયો જાહેર થયેલ હતો બાદ વિદ્યાર્થી વાલી દ્વારા જુનાગઢ પોલીસમાં ફરિયાદ દાખલ કરેલ હતી આ અંગે ગઈકાલે રાત્રે આહિર સમાજ ઉપલેટા દ્વારા એક મીટીંગ રાખવામાં આવેલ હતી જેમાં વિદ્યાર્થીને ન્યાય મળે તે માટે સ્કૂલ સંચાલક તથા વિદ્યાર્થી સામે કડક પગલાં લેવાની માંગણી સાથે તારીખ ૬ ના શનિવારે રોજ બપોરના બે વાગ્યે બસ સ્ટેન્ડ ચોક થી એક મૌન રેલી કાઢી શહેરના મુખ્ય માર્ગ પર થઈને મામલતદાર કચેરી જઈને આવેદનપત્ર આપવામાં આવશે તેવું આહિર સમાજના આગેવાનો ની મિટિંગમાં નક્કી થયેલ છે આ આ રેલીમાં ભાઈઓ બહેનો ને જોડાવા અપીલ કરવામાં આવેલ છે.
(1:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
