તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 5th September 2025
જસદણ-ભડલી-ગઢડા રોડ ઉપર માઈનોર બ્રીજ-બોકસ કલવર્ટના કામને મંજુરી
રૂા. ૩.૪૭ કામને મંજુરી મળતા ધારાસભ્ય કુંવરજીભાઈએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈને આભાર માન્યો:પંથકના પ્રજાજનોમાં આનંદની લાગણી

(વિજય વસાણી દ્વારા)ગાંધીનગર તા.5 : જસદણ ઞઢડા રોડ ઉપર ધારાસભ્યના પ્રયાસથી બ્રીજ મંજુર થતા લોકોની હાલાકી હવે દુર થશે આ બ્રીજ મંજુર થતા પંથકના લોકોમાં આનંદની લાઞણી છવાઈ ઞઈ છે.
રાજકોટ જિલ્લાના જસદણ અને વિંછીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવતા જીલ્લા માર્ગ અને મકાન વિભાગ હસ્તક આવતા રોડ રસ્તાની સ્થિતી સુધારવાની જરૂરીયાત હોવાથી તેમજ સ્થાનિક વાહનોની અવર-જવર વધુ પ્રમાણમાં રહેતા વરસો જુના જર્જરીત બ્રીજની જગ્યાએ નવા માઈનોર બ્રીજના કામને મંજુર કરવા લોકો દ્વારા માંગણીઓ થતી હતી.
મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ મત વિસ્તારના પ્રજાજનો અને લોક પ્રતિનિધિઓની રજુઆતને ધ્યાને લઈ ગ્રામ્ય વિસ્તારના પ્રજાજનોની સુરક્ષા અને સરળતાના હેતુ માટે આ બાબત રાજયના મુખ્યમંત્રીના ધ્યાન ઉપર મુકી હતી.
જસદણ અને વિંછીયા તાલુકાને સ્પર્શતા જસદણ-ભડલી-ગઢડા રોડ પર જુદી જુદી ચેઈનેજમાં આવતા કુલ ત્રણ બ્રીજની જગ્યાએ નવા માઈનોર બ્રીજ અને બોકસ કલવર્ટના કામ માટે રૂા.૩.૪૭ કરોડની રકમ ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ મંજુર કરાવ્યા છે.
આ કામ વહેલી તકે શરૂ થાય તે માટે સબંધીત કાર્યપાલક ઈજનેરને ટેકનીકલ/ વહીવટી કામગીરી વહેલી તકે હાથ ધરવા સૂચનાઓ પણ આપવામાં આવી છે.
(11:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
