<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th September 2025

સાંજે ટંકારામાં ધોધમાર વરસાદથી પાણી-પાણી: 2. ઈંચ વરસાદ નોંધાયો

ભારે ગાજવીજ અને પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ પડતા ચોમેર પાણી-પાણી થઈ ગયું

ટંકારા : ટંકારા પંથકમાં ગઈ સાંજે 6 વાગ્યે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે ગાજવીજ અને પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો, જેના કારણે ચોમેર પાણી-પાણી થઈ ગયું હતું. ટંકારા મામલતદાર કચેરીના આંકડા મુજબ, સાંજે 6થી રાત્રે 10 વાગ્યા સુધીના સમયગાળામાં 2 ઈંચ 51 મીમી વરસાદ નોંધાયો હતો( જયેશ ભટાસણા ટંકારા) 

(10:15 PM IST)