<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th September 2025

કચ્છના રાપર શહેરમાં અડધા કલાક માં દે ધનાધન દોઢ ઈંચ તો ગ્રામ્ય વિસ્તારોમાં ઝાપટા : જૂઓ વિડીયો

રાપર શહેરમાં અડધી કલાક મા દોઢ ઈંચ જેટલો વરસાદ વરસ્યો જેના લીધે શહેર ની મુખ્ય બજારમાં નદી વહી નિકળી

(વિનોદ ગાલા દ્વારા ) ભુજ : આજે વાગડ વિસ્તારના રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સખ્ત ઉકળાટ ભર્યા વાતાવરણ વચ્ચે સાંજે પાંચ વાગ્યા બાદ રાપર તાલુકાના ફતેહગઢ લોદ્રાણી નાગપુર આણંદપર વૃજવાણી સહિતના ગામોમા વરસાદ ના ઝાપટા વરસ્યા હતા તો તાલુકા મથકે વરસાદનો માહોલ જોવા મળ્યો હતો પરંતુ સાજ ના છ વાગ્યા સુધી વરસાદ નું આગમન થયું  હતું જોત જોતામા રાપર શહેરમાં અડધી કલાક મા દોઢ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો જેના લીધે શહેર ની મુખ્ય બજારમાં નદી વહી નિકળી હતી ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો છેલ્લા બે દિવસ થી સખ્ત ઉકળાટ ભર્યા વાતાવરણ વચ્ચે વરસાદનો માહોલ જોવા મળ્યો હતો પરંતુ વરસાદનુ આગમન થયું ના હતુ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ના ઝાપટા વરસ્યા હતા જે ચોમાસુ પાક કે જે તૈયાર થઈ ગયો છે જે બળી જવાની તૈયારીમાં હતો ત્યારે વરસાદ ના ઝાપટા પડતાં ઉભા પાક ને જીવતદાન મળ્યું હતું આજે દિવસ ભર વરસાદ ના માહોલ જોવા મળ્યો હતો પરંતુ વાગડ વિસ્તારમાં મેઘરાજા ના રીસાંમણાં રહ્યા હતા જે આજે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ના ઝાપટા વરસ્યા છે એટલે લોકો ને આશા બંધાઈ છે. (તસ્વીર: મુકેશ રાજગોર, રાપર)

(8:41 PM IST)