<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th September 2025

ગોંડલમાં કોમ્‍પલેક્ષના પાર્કિંગમાંથી ૩૧ હજારની બે સબ મોટરની ચોરી

રાજકોટ તા. ૪ :.. ગોંડલમાં કોમ્‍પલેક્ષના પાર્કિંગમાંથી તસ્‍કરો ૩૧ હજારની પાણી કાઢવાની બે સબ મોટર ચોરી કરી ગયા હતાં.

મળતી વિગતો મુજબ ગોંડલ વછેરાના વાડામાં આવેલ મહારાજા જયોતિન્‍દ્રસિંહજી કોમ્‍પલેક્ષના સેલારમાં પાણી કાઢવાની બે ઓપનવેલ સબ મોટર કિ. ૩૧૦૦૦ તસ્‍કરો ચોરી કરી ગયા હતાં. આ અંગે મહેન્‍દ્રસિંહ નીતુભા જાડેજાએ અજાણ્‍યા ઇસમો સામે ફરીયાદ કરતા ગોંડલ પોલીસે તપાસ હાથ ધરી છે. 

(2:43 PM IST)