તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 4th September 2025
મોડપર અને ગુંદા ગામમાં બે બોગસ તબીબ ઝડપાયા

ખંભાળીયા : ભાણવડ તાલુકાના મોડપર ગામમાં માધ્યામિક શાળાની બાજુમાં તથા ગુંદા ગામમાં, નવાપરા પટેલ સમાજની પાછળ એમ બંને જગ્યાએ ડીગ્રી વગર ગેર કાયદેસર રીતે મેડિકલ પ્રેક્ટીસ કરે છે અને પ્રાઇવેટ દવાખાનુ ચલાવે છે. જેથી મળેલ હીકકત આધારે (૧) મોડપર ગામમાં એહમદભાઇ હુસેનભાઈ ઘડા, ઉ.વ.૫૨ રહે.ખાખનશાહપીર દરગાહ સામે, રાણાવાવ દવાખાને રેઇડ કરતા જે સારવાર કરવા માટેની પોતાની પાસે ડીગ્રી ન હોય તેવી દવાઓ તથા સારવારના સાધનો વિગેરે મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ. (૨) ગુંદા ગામમાં, મોહમદશકીર ઉમરભાઇ ધડા, ઉ.વ.૪૨ હાલ રહે.ગુંદા મુળ રહે પેઢલા ગામ તા.જેતપુર દવાખાને રેઇડ કરતા જે સારવાર કરવા માટેની પોતાની પાસે ડીગ્રી ન હોય તેવી દવાઓ તથા સારવારના સાધનો વિગેરે મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ. આ કામગીરી ભાણવડ પો.સ્ટે. પોલીસ ઇન્સ્પેક્ટર કે.બી.રાજવી તથા પો.સબ.ઇન્સ. પી.એમ.ગોરફાડ તથા એ.એસ.આઇ. ગીરીશભાઈ ગોજીયા તથા કેશુરભાઈ ભાટીયા તથા મહેન્દ્રસીંહ રાણા તથા પો.હેડ કોન્સ જેશાભાઇ બેરા તથા વિપુલભાઇ મોરી તથા જીતુભાઇ જામ તથા ભીખાભાઇ વસરા તથા પો.કોન્સ. વેજાણંદભાઈ બેરા તથા અજયભાઇ ભારવાડીયા વિગેરે નાઓએ કરેલ.
(1:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
