તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 2nd September 2025
ચાર ચોરીમાં વોન્ટેડ ચીખલીકર ગેંગના સાગ્રીતને રૂરલ એલસીબીએ ઝડપી લીધો
જેતપુર, ઉપલેટા, ધોરાજી અને ગોંડલમાં ઘરફોડ-બાઇક ચોરી કરી'તી

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. રઃ ૪ ચોરીના ગુન્હામાં વોન્ટેડ ચીખલીકર ગેંગના સાગ્રીતને રૂરલ એલસીબીએ ઝડપી લીધો હતો.
ગુન્હાઓ આચરી નાસ્તા ફરતા શખ્સોને ઝડપી લેવા એસપી વિજયસિંહ ગુર્જરની સુચના અન્વયે રૂરલ એલસીબી પીઆઈ વી વી ઓડેદરા ના માર્ગદર્શન હેઠળ પી એસ આઈ એચ સી ગોહિલ, આર વી ભીમાણી તથા નિલેશભાઈ ડાંગર, હરેશભાઈ પરમાર, દિવ્યેશભાઈ સુવા, મીરલભાઈ ચંદ્રવાડીયા, રાજુભાઈ સાંબડા, બાલકળષ્ણભાઈ ત્રિવેદી, અનિલભાઈ બળકોદીયા, અબ્દુલભાઈ શેખ પેટ્રોલિંગમાં નીકળેલ દરમિયાન બાતમી મળેલ કે જેતપુર શહેર તેમજ ઉપલેટા, ધોરાજી, ગોંડલ માં નોંધાયેલ ઘરફોડી, મોટર સાયકલ ચોરીના ગુનાઓમાં નાસ્તો ફરતો ઈશ્વરસિંગ ટાંક (ચીખલીકર) રહે મહેમદાબાદ જી. ખેડા બસ સ્ટેશન પાસે હોય જે આધારે એલસીબી ટીમે કરતાર ને બસ સ્ટેશન પાસેથી પકડી પાડી આગળની કાર્યવાહી માટે શહેર પોલીસને સોંપી આપેલ આ કરતાર વિરુદ્ધ ખેડા જિલ્લામાં પણ કેસ નોંધાયેલ છે. (૭.ર૪)
(1:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
