તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 2nd September 2025
સાવરકુંડલાના વિજપડીમાં ‘આપ'ની જનસભાઃ ભાજપ-કોંગ્રેસના આગેવાનો ‘આપ'માં જોડાયા

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા., રઃ સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભાનુ ભવ્ય આયોજન વીજપડી પ્રજાપતિ સમાજની વાડી ખાતે યોજાયેલ હતું. પ્રદેશ મહામંત્રી મનોજભાઈ સોરઠીયાની ઉપસ્થિતિમાં જિલ્લાનાં આગેવાન જિલ્લા પ્રમુખ નિકુંજભાઇ સાવલિયા, સાવરકુંડલા તાલુકા પ્રમુખ વિપુલભાઈ વીરાણી તેમજ આગેવાનો કાંતિભાઈ સતાસિયા, ઓધવજીભાઇ પટેલ, ઇશ્વરભાઇ સિધ્ધપુરા, ઉપસ્થિત રહ્યા હતા.
વિજપડી તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકો ઉમટી પડ્યા હતા ભાજપ કોંગ્રેસનાં અનેક કાર્યકરો આમ આદમી પાર્ટીનો ખેંશ ધારણ કરી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.
વીજપડીનાં ભાજપનાં પીઢ અને ભાજપના પાયાના આગેવાન અને વીજપડી વેપારી એસોસિયેશન નાં ઉપ પ્રમુખ એવાં ભાવેશભાઈ લાડુમોર તેમના સમર્થકો સાથે ભાજપ છોડી આમ આદમી પાર્ટીનો ખેંશ પહેરી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. અને ભાજપ ઉપર અનેક પ્રહારો કર્યા હતા.
આમ આદમી પાર્ટીનાં જિલ્લા તાલુકાના આગેવાનોએ ભાજપ શાસિત સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા હતા અને જનતાનેં જાગળત થવા માટે ટકોર કરી હતી. અને આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાવા આહવાન કરેલ હતું. અને વીજપડી ની આ ગુજરાત જોડો જનસભાનુ ભવ્ય આયોજન સફળ થયેલ હતું. વીજપડી તેમજ સાવરકુંડલાનાં આગેવાન શ્રી મનીષ શેલડીયા, એડવોકેટ અમીતભાઈ રાઠોડ, આમ આદમી પાર્ટીના જોઇન્ટ સેક્રેટરી કિરીટસિહ ભાટી,સમીર ખોખર,મનુભાઇ મોરી, કરશનભાઇ ઢાકેચા, મહેશભાઈ ઉચદડીયા, મંગળદાસ હરીયાણી, જગુભાઈ બુધેલા.
આ તમામ આગેવાનોની મહેનત રંગ લાવી હતી અને આમ આદમી પાર્ટી નાં પ્રદેશ મહામંત્રી મનોજભાઈ સોરઠીયા, નિકુંજભાઇ સાવલિયાએ પ્રશંસા કરી હતી. વીજપડી (આપ) આગેવાન સમીર ખોખર દ્વારા જણાવેલ હતું .
(12:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
