તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 2nd September 2025
અમરેલી વિધાનસભાના ૧૧૨ ગામોને મળ્યું કળષિ રાહત પેકેજ
સરકાર દ્વારા સહાય પેકેજ જાહેર થતા ખેડૂતોમાં ખુશીની લહેરઃ ખેડૂત પુત્ર કૌશિકભાઈ વેકરીયાના સતત પ્રયત્નો ફળ્યા

અમરેલી, તા.૨: ગત વર્ષે કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન સહન કરવું પડ્યું હતું. ખેડૂતોની પીડાને સમજી રાજ્ય સરકારે કળષિ રાહત પેકેજ (કપાસ) જાહેર કર્યું છે. આ પેકેજમાં અમરેલી શહેર તથા તાલુકાના ૬૮ ગામો ઉપરાંત કુંકાવાવ અને વડીયા તાલુકાના ૪૪ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમ અમરેલી વિધાનસભાના કુલ ૧૧૨ ગામોને આ પેકેજનો લાભ મળ્યો છે, જે ખેડૂત પુત્ર શ્રીકૌશિકભાઈ વેકરીયાના સતત અને દૃઢ પ્રયાસોનું પરિણામ છે.
ટૂંક સમયમાં ખેડૂતો માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે. આ યોજનામાં ખેડૂતોને એક હેક્ટર દીઠ રૂ.૧૧,૦૦૦ તથા વધુમાં વધુ બે હેક્ટર સુધી રૂ. ૨૨,૦૦૦ સુધીની સહાય મળશે. અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયા સતત ખેડૂતોના હિતને પ્રાથમિકતા આપે છે. ખેતી આધારિત અર્થતંત્રને મજબૂત બનાવવા માટે તેઓએ વિવિધ સ્તરે સક્રિય રજૂઆતો કરી છે. તેમનાં પ્રયાસોથી કળષિ રાહત પેકેજમાં અમરેલી તાલુકાના ગામોને યોગ્ય સ્થાન મળ્યું છે.
ખેડૂતોમાં ખુશી અને આશાનો માહોલ સર્જાયો છે. સૌએ ધારાસભ્યશ્રી કૌશિકભાઈ વેકરીયાનો આભાર માનતા જણાવ્યું કે, તેમના નેતળત્વમાં અમરેલીમાં વિકાસલક્ષી યોજનાઓને વેગ મળ્યો છે.
(12:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
