તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 2nd September 2025
દસાડાના કચોલિયામાં પ્લોટ બાબતે પળોજણ
જૈન દેરાસર શેરીમાં વૃધ્ધાની બંગડી ઓગાળી અઢી તોલા સોનું તફડાવી ગયા

વઢવાણ, તા.૨: સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય પંથકોમાં પંચાયત હસ્તકના પ્લોટની અવારનવાર હરાજી થતી હોય છે. આ હરાજીમાં લાગતા-વળગતાઓ ને પ્લોટની ફાળવણીની અનેકવાર રાવ ઉઠે છે. તાજેતરમાં જ ચુડાના સોનઠા ગામે ૪૭ પ્લોટની મળતીયાઓને ફાળવણીની રજુઆત બાદ જિલ્લા વિકાસ અધીકારીએ સમગ્ર હરાજી જ રદ્દ કરી દેવાનો હુકમ કર્યો હતો. આ ઘટના હજુ તાજી જ છે ત્યારે દસાડા તાલુકાના કચોલીયા ગામે પ્લોટની પળોજણ સામે આવી છે.દસાડાના કચોલીયા ગામે આવેલ ૭ પ્લોટની હરાજીની કાર્યવાહી અંદાજે ૨ વર્ષ પહેલા હાથ ધરાઈ હતી. જેમાં ગ્રામ પંચાયતમાં એક જ પરીવારના સભ્યોને પ્લોટની ફાળવણી અંગેની કાર્યવાહી શરૂ થતા પારદર્શક હરાજીની માંગ ઉઠી હતી. આથી કલેકટરે તા.૪-૦૧-૨૫ના રોજ પોલીસ બંદોબસ્ત સાથે હરાજીનો હુકમ કર્યો હતો. પરંતુ હરાજીની કાર્યવાહી અટકી પડી હતી. ત્યારબાદ તા. ૨૪-૧-૨૫ના રોજ પોલીસ બંદોબસ્ત સાથે જાહેર હરાજી થઈ હતી. જેમાં સરકારને ૭૫ લાખ રૂપીયાની આવક અને જરૂરીયાતમંદોને પ્લોટ મળ્યા છે. જેમાં પ્લોટ લેનાર ભરતભાઈ કેવલભાઈ પટેલ સહિત ૩ વ્યકતીઓએ તુરંત પ્લોટની રકમની ૨૫ ટકા રકમ ભરી હતી. જયારે બાકીની રકમ પણ બાદમાં ભરી દીધી હતી. જયારે અન્ય ૪ વ્યકિતઓએ રકમ જ ભરી નથી. આથી પૈસા ભરનાર લોકોને પણ પ્લોટની સનદ કે કબજો અપાયો નથી.
(11:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
