News of Saturday, 30th August 2025
જામનગરના ફરાર આરોપીઓને કોર્ટમાં હાજર થવા જાહેરનામું બહાર પડાયું
આ આરોપીઓએ ડિસ્ટ્રિક્ટ અને સેસન્સ જજ જામનગરની કોર્ટ સમક્ષ તા.૧૭ ના સવારે ૧૧:૦૦ કલાકે હાજર થવા ફરમાન

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૩૦ : જામનગરના સેસન્સ કેસ નં.૧૪૩/૨૦૨૧ મુજબના આરોપીઓ સંતોષ ગુમાનભાઈ બધેલ, દિનેશ રડુભાઈ ડાવર, અનિલભાઈ કરમશીભાઈ ભુરીયા, રવિ જવરસિંહ માવડાએ આઈપીસી કલમ ૩૯૫,૪૫૦,૪૨૭ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫(૧)હેઠળ ગુન્હો કર્યો છે. આ આરોપીઓ કોર્ટમાં હાજર થતા ન હોય અને ફરાર થઈ ગયા છે.
આથી આ આરોપીઓએ ડિસ્ટ્રિક્ટ અને સેસન્સ જજ જામનગરની કોર્ટ સમક્ષ તા.૧૭/૦૯/૨૦૨૫ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે હાજર થવા જાહેરનામામાં જણાવવામાં આવેલ છે.
(3:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
